શેરબજારમાં તેજી ચાલું રહેશે, ગ્લોબર ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીની ભવિષ્યવાણી
કંપનીઓની કમાણી સરેરાશ 16% વાર્ષિક દરે વધી શકે
- Advertisement -
ભારતીય શેરબજારને લઈને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ‘મોર્ગન સ્ટેનલી’ને ઘણી અપેક્ષાઓ છે. કંપનીએ BSE સેન્સેક્સ માટે પોતાનો ૧,૦૦,૦૦૦ નો બુલ કેસ ટાર્ગેટ જાળવી રાખ્યો છે. તેનું માનવું છે કે તાજેતરના મહિનાઓમાં શેરબજારમાં આવેલી તેજી આગળ પણ ચાલુ રહી શકે છે. જોકે, આગળની દિશા મોટાભાગે વૈશ્વિક ઘટનાક્રમો અને રોકાણકારોના દૃષ્ટિકોણ પર નિર્ભર રહેશે.
મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે ભારતની સુધરતી વૃદ્ધિ અને વેલ્યુએશન બજારને ટેકો આપી રહ્યા છે. કંપની અનુસાર, સૌથી મહત્વની વાત એ હશે કે રોકાણકારો ભારત અને વિશ્વની બીજી મોટી અર્થવ્યવસ્થાઓની વૃદ્ધિની તુલના કેવી રીતે કરે છે. જો વૈશ્વિક સ્તરે AI કેપેક્સને લઈને સાવચેતી જળવાઈ રહે અને ભારતની વૃદ્ધિ મજબૂત થાય, તો ભારતીય શેરબજારને ફાયદો મળી શકે છે.
મોર્ગન સ્ટેનલીએ પોતાના બુલ કેસને ૨૫ ટકા સંભાવના આપી છે. જયારે ૫૦ ટકા સંભાવના સાથે સેન્સેક્સનો બેઝ કેસ ટાર્ગેટ ૮૯,૦૦૦ રાખવામાં આવ્યો છે. બીજી તરફ, ૨૫ ટકા સંભાવના સાથે બેર કેસ ટાર્ગેટ 99,000 નક્કી કરવામાં આવ્યો છે. બેઝ કેસમાં મેક્રો સ્થિરતા, ખાનગી રોકાણમાં વધારો અને મજબૂત આર્થિક વૃદ્ધિનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ૪ ઓગસ્ટના પોતાના રિપોર્ટમાં મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે તેને હાલમાં સપ્લાય સંબંધિત મોટી મુશ્કેલીઓ દેખાઈ રહી નથી. કંપનીનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૯ સુધીમાં સેન્સેક્સ કંપનીઓની કમાણી સરેરાશ ૧૬ ટકા વાર્ષિક દરે વધી શકે છે. તેનું માનવું છે કે રિટેલ રોકાણકારોની માગ હજુ પણ બજારમાં સપ્લાય કરતાં વધુ છે. મોર્ગન સ્ટેનલી અનુસાર, જૂન કવાર્ટરના પરિણામોએ આ ધારણાને કે ભારતની ઘરેલું વૃદ્ધિમાં તેજી આવી રહી છે. જ્યારે, ગ્લોબલ ને વધુ મજબૂત કરી છે અઈં ટ્રેડમાં ઉતાર-ચઢાવ વિદેશી બજારોમાં વધતી સાવચેતીનો સંકેત આપે છે. કંપનીને અપેક્ષા છે કે આવનારા મહિનાઓમાં હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ પોઝિટિવ રહેશે.
- Advertisement -
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હાલમાં મોટા આર્થિક સુધારાઓના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેની અસર આવનારા ક્વાર્ટર્સમાં વૃદ્ધિ અને કેપિટલ ફ્લો બંને પર દેખાઈ શકે છે. મોર્ગન સ્ટેનલીનું એ પણ માનવું છે કે સતત આવી રહેલા IPO આગામી કેટલાક મહિનાઓ સુધી બજારને ટેકો આપી શકે છે, જોકે તેમની ગતિ ખૂબ વધારે ન થઈ જાય.
IT સેક્ટર બનશે ડાર્ક હોર્સ
મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે IT સર્વિસિસ આવનારા સમયમાં ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. દુનિયા AI આધારિત એપ્લિકેશન અને સોલ્યુશન્સ વિકસાવવા માટે ભારતીય IT કંપનીઓ તરફ જોઈ રહી છે. જો આ ટ્રેન્ડ મજબૂત થશે, તો આ સેક્ટરને મોટો ફાયદો મળી શકે છે.




