જિગ્નેશ જાની : ક્રાઇમ સ્ટોરી
રંગીલૂ રાજકોટ હવે ખૂનના રંગે રંગાયું હોય તેવું ફલિત થઇ રહ્યું છે
- Advertisement -
મર્ડરના જુદા જુદા 19 બનાવોમાં 43 લોકોએ પોતાના હાથ લોહીથી રંગ્યા
રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ખાડે ગઈ હોય તેમ હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ગુનેગારોને કે લુખ્ખાઓને જાણે પોલીસનો જરાપણ ડર ન હોય તેમ જાહેરમાં ભડાકા કરીને તેમજ છરીઓ હુલામીને ખૂનની નદીઓ વહાવી રહ્યા છે રંગીલું રાજકોટ હવે ખૂનના રંગે રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે ચાલુ વર્ષે રાજકોટ શહેર પોલીસ ચોપડે હત્યાના 19 બનાવો નોંધાઈ ચુક્યા છે આ હત્યાના બનાવોમાં 39 લોકોએ પોતાના હાથ લોહીથી રંગ્યા છે એટલે કે ઉપરોક્ત હત્યાના 19 બનાવોમાં પોલીસ દ્વારા 43 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2026માં અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ ચોપડે હત્યાના 19 બનાવો નોંધાઈ ચુક્યા છે હત્યાના આ 19 બનાવમાં બે ડબલ મર્ડર પણ સામેલ છે જેમાં બી ડિવિઝન વિસ્તારમાં ઝીણા ભગતે ઝેરી પ્રવાહી દારૂમાં ભેળવી અલ્પેશભાઈ સાબરીયા અને મનસુખભાઇ ડાભીને પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું અને બે દિવસ પૂર્વે યુનિવર્સીટી પોલીસમાં કૌટુંબિક ભત્રીજા હાર્દિક ધોળકિયાએ જમીનમાં ભાગ નહીં આપનાર સુરેશભાઈ અને રાજેશભાઈની હત્યાના બનાવનો સમાવેશ થાય છે.
- Advertisement -
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ 6 બનાવ
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ હત્યાના 6 બનાવો
તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના 4 બનાવો
બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના 2 બનાવો
ભક્તિનગર પોલીસ સ્ટેશન 1
માલવિયનાગર પોલીસ સ્ટેશન 1
આજી ડેમ પોલીસ સ્ટેશન 1
એરપોર્ટ પોલીસ સ્ટેશન 1
થોરાળા પોલીસ સ્ટેશન 1
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન 1
પ્રનગર પોલીસ સ્ટેશન 1
હત્યામાં પકડાયેલા 43 આરોપીઓમાં બે મહિલા અને 2 સગીર પણ સામેલ
રાજકોટ શહેર પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના 19 બનાવમાં પકડાયેલા 43 આરોપીઓમાં બે મહિલા અને બે સગીરનો પણ સમાવેશ થાય છે સૌપ્રથમ ભક્તિનગર પોલીસમાં નોંધાયેલા સાવન ગોસ્વામીની હત્યામાં વર્ષબેન નામની મહિલાની, એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાયેલા સંજય વાઘેલાની હત્યામાં હીનાબેન કબીરાની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં નાના મવામાં થયેલ હત્યામાં પકડાયેલ ત્રણ આરોપીઓમાં એક સગીર સામેલ હતો જયારે તાજેતરમાં રૂખડિયાપરામાં થયેલ ઉમંગ ઝાખેલીયાંની હત્યામાં પકડાયેલા 4 આરોપીઓમાં પણ એક સગીર સામેલ હતો.
પૌત્રએ જમીન માટે દાદાનું અને પતિએ અનૈતિક સંબંધ ધરાવતી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું
શહેરમાં નોંધાયેલા હત્યાના 19 બનાવોમાં બે બનાવમાં તો હત્યારાઓ અન્ય કોઈ નહીં પરંતુ પોતાના ઘરના જ ઘાતકી હોય તેવા બનાવો નોંધાયા છે જેમાં 25 મેના રોજ રામાપીર ચોકડી પાસે એકલા રહેતા અરજણભાઇ દેવદાનભાઈ મીયાત્રા ઉ.73ની તેના જ પૌત્ર મોહિત રમેશ મીયાત્રાએ કિંમતી પ્લોટ પડાવી લેવાના ઇરાદે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી આ અંગે યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાયો હતો તે પછી 29 મેના રોજ ગાંધીગ્રામમાં પત્ની શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણીના અનૈતિક સંબંધોથી કંટાળેલા પતિ અલ્તાફભાઈ ઉર્ફે બટુકભાઈ જાફરભાઈ લાલાણીએ માથામાં હથોડી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.




