ભારતે 3 ગોલ્ડ અને 9 સિલ્વર સાથે કુલ 15 મેડલ જીતી મેડલ ટેલીમાં 8મું સ્થાન મેળવ્યું
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. પેરા ૧૦૦ મીટર રેસમાં દિલીપ મહાદુ ગાવિતે ૧૦.૭૧ સેકન્ડના રેકોર્ડ સમય સાથે ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ જ ઇવેન્ટમાં ભારતના મોહમ્મદ બાસિલે ૧૦.૮૩ સેકન્ડ સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ બે મેડલ સાથે ભારત ૧૫ મેડલ મેળવીને મેડલ ટેલીમાં ૮મા ક્રમે પહોંચી ગયું છે.
- Advertisement -
બીજી તરફ, લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ૮.૦૯ મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેઓ પુરુષોની લાંબી કૂદમાં સળંગ બે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીતનારા દેશના પ્રથમ એથ્લેટ બન્યા છે. શોટ પુટમાં તજિન્દરપાલ સિંહ તૂર (૨૦.૧૪ મીટર) અને સમરદીપ સિંહ ગિલે ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે, જેની ફાઈનલ ગુરુવારે યોજાશે. બોર્સિંગ ક્ષેત્રે પણ ભારતે મોટો દબદબો જાળવી રાખ્યો છે. જાસ્મિન લેમ્બોરિયા (૫૭ કિગ્રા). અરુંધતી, સાક્ષી ચૌધરી અને નરેન્દ્ર બેરવાલ સહિત કુલ ૧૦ ભારતીય બોક્સરો સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. બોસિગમાં સેમિફાઈનલમાં પહોંચતા જ બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ જતો હોવાથી ભારતના વધુ મેડલ પાક્કા થયા છે. જોકે વેઇટલિફ્ટિંગમાં ૧૯ વર્ષીય સંજના ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહેતા મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનો દબદબો
કૉમનવેલ્થ ગેમ્સની બોર્સિંગ ઇવેન્ટમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરી ૧૦ મેડલ પાકા કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. અંકુશ પંઘાલ, સાક્ષી ચૌધરી, જેસ્મિન લાંબોરિયા, અરૂંધતિ ચૌધરી, સચિન સિવાય અને નરેન્દર બેરવાલે સેમિફાઈનલમાં પ્રવેશ કરી વધુ છ મેડલ નિશ્ચિત કર્યા છે. આ સાથે ભારતે બર્મિંગહામ ૨૦૨૨ના કુલ ૭ મેડલનો રેકોર્ડ તોડી દીધો છે. અગાઉ લવલીના બોરગોહેન, પ્રિયા ધંધાસ, પ્રીતિ પવાર અને જાદુમણિ સિંહ પણ સેમિફાઈનલમાં પહોંચી ચૂક્યા છે. તમામ બોક્સરોએ પોતપોતાની મેચમાં વિરોધીઓને માત આપીને ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે.




