એશિયાના હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત; દેશમાં સરેરાશ કરતાં 180% વધુ વરસાદ નોંધાયો, ખેતી માટે સંજીવની પરંતુ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ
અંતરિક્ષમાંથી લેવાયેલી તાજેતરની સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક અત્યંત અદ્ભુત દ્રશ્ય કેપ્ચર થયું છે, જેણે સમગ્ર એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ થઈ હિમાલય, ચીન, જાપાન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની એક વિરાટ પટ્ટી જોવા મળી છે. આ ઘટના વર્તમાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. હવામાન નિષ્ણાતો આ વાતાવરણીય ઘટનાને ‘ખજ્ઞક્ષતજ્ઞજ્ઞક્ષ ઈજ્ઞક્ષયલિયક્ષભય ણજ્ઞક્ષય’ તરીકે ઓળખાવી રહ્યા છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો જ્યારે સમગ્ર એશિયામાં સક્રિય હવામાન પ્રણાલીઓ સાથે ભળે છે, ત્યારે આવી વિરાટ સિસ્ટમ આકાર લે છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઘટ્ટ વાદળોએ મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધા બાદ હિમાલયન બેલ્ટ અને પૂર્વ એશિયા સુધી પહોંચી ગયા છે, જે દર્શાવે છે કે સમગ્ર એશિયાનું વાતાવરણ એકબીજા સાથે ઊંડેથી જોડાયેલું છે.
- Advertisement -
સામાન્ય કરતાં 180% વધુ વરસાદઃ ભારત માટે રાહત અને આફત બંને
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં ચોમાસું ધીમું પડતાં વરસાદની ખાધ ઊભી થઈ હતી, પરંતુ આ નવી સિસ્ટમે ચિત્ર બદલી નાખ્યું છે.
રેકોર્ડતોડ વરસાદઃ છેલ્લા ૨ દિવસમાં ભારતમાં દૈનિક સરેરાશ ચોમાસાના વરસાદ કરતાં ૧૭૦% થી ૧૮૦% જેટલો વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી ભીનો સમયઃ હવામાન વિજ્ઞાનીઓએ આ દિવસોને સીઝનના ….Massive Monsoon Days””” તરીકે વર્ણવ્યા છે.
મુખ્ય પ્રભાવિત રાજ્યોઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી-ગઈછ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આફતરૂપ વરસાદ ચાલુ છે.
ખેતી અને જળાશયો માટે વરદાન, પહાડો માટે ખતરાની ઘંટડી
આ મેગા વરસાદી સ્પેલથી દેશમાં ચાલી રહેલી ખરીફ પાકની વાવણી માટે નવું જીવન મળ્યું છે અને નાના-મોટા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. પરંતુ બીજી તરફ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં અવિરત વરસાદના કારણે ફ્લેશ ફ્લડ (અચાનક પૂર), જળબંબાકાર અને ભૂસ્ખલનનો મોટો ખતરો ઊભો થતાં તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચોમાસાની સિસ્ટમ આખું અઠવાડિયું સક્રિય રહેશે.



