ડકેટના 141 રન, રોહિતની સદી એળે ગઈ
ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને 27 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 387/3 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 360 રન જ બનાવી શકી. રોહિત શર્માએ 138 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે જીત અપાવી શક્યો નહીં.
- Advertisement -
ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને ૨૭ રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. લોડર્સમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૩૮૭/૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૩૬૦ રન જ બનાવી શકી. રોહિત શર્માએ ૧૩૮ રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે જીત અપાવી શક્યો નહીં. ૩૮૮ રનને ચેઝ કરતા ભારત માટે રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલે ૧૪૭ રન જોડયા હતા. ગિલ ૭૮ બોલમાં ૭૭ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ રોહિતે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી. રોહિતે ૧૧૧ બોલમાં ૧૩૮ રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ્સમાં ૧૭ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલીએ (ફિટી ફટકારી. તે ૬૦ બોલમાં ૭૪ રન બનાવીને આઉટ થયો. પોતાની ઇનિંગ્સમાં તેણે ૪ ચોગ્ગા અને ૩ સિક્સર ફટકારી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડ માટે બેન ડકેટે ૧૩૫ બોલમાં ૧૪૧ રન બનાવ્યા હતા. જેકબ બેથેલે ૯૧. રનની ઇનિંગ્સ રમી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૯૨ રન જોડયા હતા. બાદમાં જો રૂટ ૭૪ અને જોસ બટલર ૪૧ રન બનાવીને અણનમ પરત ફર્યા. બંનેએ છેલ્લી ૧૯ બોલમાં ૬૩ રન જોડીને ઇંગ્લેન્ડનો સ્કોર ૩૮૭/૩ સુધી પહોંચાડયો. ભારત સામે ઇંગ્લેન્ડનો આ સૌથી મોટો વન-ડે સ્કોર પણ છે. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ ર વિકેટ ઝડપી, જ્યારે પ્રિન્સ યાદવને ૧ સફળતા મળી.




