By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 hour ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 hour ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    1 hour ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 hour ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    52 minutes ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
TALK OF THE TOWNરાજકોટ

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/07/13 at 3:04 PM
Khaskhabar Editor 47 minutes ago
Share
6 Min Read
SHARE

અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં હવે વિશ્વસ્તરીય ફિટનેસ સુવિધા ઉપલબ્ધ

23.60 કરોડના ખર્ચે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જિમ, યોગ સેન્ટર સહિત 12 આંતરરાષ્ટ્રીય રમતગમત સુવિધા

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેલાડીઓ તેમજ નાગરિકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત અને ફિટનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મવડી વિસ્તારમાં 23.60 કરોડના ખર્ચે 11,831 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અત્યાધુનિક જિમની સુવિધાનો સોમવાર, 13 જુલાઈના રોજ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણીયા, શાસક પક્ષ દંડક સજયસિંહ રાણા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર વોર્ડ નં.૧૨ ડૉ. પ્રદિપ ડવ, કિશન ટીલવા, કીરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રભારી નરશીભાઇ કાકડીયા, પુર્વ કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, યોગરાજસિંહ જાડેજા, કંચનબેન મારડીયા, ધિરજભાઇ મુંગરા, મહેશભાઇ તીરડવા, મહિપતભાઇ કુંબલ, મનસુખભાઇ વેકરીયા, જયભાઇ ગજ્જર, આસી. મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઘોણિયા, રેસકોર્ષ સંકુલના મેનેજર એચ.બી ભસોટીયા, સી.ઑ.ઑ.આર.એસ.પી.એફ. રાજદીપસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર અનિરુધ્ધ સિસોદીયા અને રોશની શાખા એન્જીનીયર આર. વી. જલુ ઉપસ્થિત રહ્યા હતા.

આ જિમની શરૂઆત સાથે શહેરના નાગરિકોને આધુનિક ફિટનેસ મશીનો, કાર્ડિયો ઝોન, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફ્રી વેઇટ્સ, ફંક્શનલ ટ્રેનિંગ એરિયા, ટ્રેડમિલ્સ, ક્રોસ ટ્રેનર્સ, સર્ટિફાઇડ ટ્રેનર્સ, શાવર રૂમ, શુદ્ધ પીવાના પાણી અને ફર્સ્ટ એઇડ જેવી સર્વસુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. સાથે જ યોગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન મળી રહે. ડે-નાઇટ સુવિધા ધરાવતા આ કોમ્પ્લેક્ષમાં નોકરીયાત વર્ગ, યુવાનો અને રમતવીરો વહેલી સવારથી મોડી રાત સુધી પોતાની અનુકૂળતા મુજબ જિમ અને અન્ય રમતગમતની સુવિધાનો લાભ લઈ શકશે. આજથી જિમ માટે ઓફલાઇન નોંધણી પણ શરૂ કરવામાં આવી છે. સભ્યપદ માટે માસિક રૂ.500 ઉપરાંત જીએસટીની ફી નક્કી કરવામાં આવી છે. મહિલાઓ માટે અલગ સમયસ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સંચાલન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને રાજકોટ મહાનગરપાલિકાની સંયુક્ત વિશેષ હેતુવાળી સંસ્થા રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન (RSPF) દ્વારા કરવામાં આવે છે.

- Advertisement -

કોમ્પ્લેક્ષમાં કુલ 12 આંતરરાષ્ટ્રીય ધોરણોની રમતગમત સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં 10 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ ટેબલ, 2 સ્ક્વોશ કોર્ટ, 10 મીટરની શૂટિંગ રેન્જ, મહિલા અને પુરુષો માટે અલગ જિમ, યોગ સેન્ટર, મલ્ટી વુડન કોર્ટ, આર્ચરી, સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, ક્લે વોલીબોલ કોર્ટ, ક્લે કબડ્ડી કોર્ટ તેમજ બે સિન્થેટિક ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે. તમામ ઇન્ડોર અને આઉટડોર રમતો માટે ડે-નાઇટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત 1,200 દર્શકોની બેઠક ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ, ચેસ અને કેરમ માટે અલગ હોલ, પાર્કિંગ, વેઇટિંગ એરિયા, કોમન એડમિનિસ્ટ્રેશન બ્લોક, લિફ્ટ અને રાત્રિના મેચો માટે 10 હાઇ-માસ્ટ લાઇટ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 74.35 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સોલાર સિસ્ટમ દ્વારા દર વર્ષે અંદાજે 1.07 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે, જેના કારણે વીજ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોમાં કુલ 528 સભ્યો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, શૂટિંગ અને બેડમિન્ટન સહિતની રમતો માટે રેવન્યુ શેરિંગ મોડલ હેઠળ કોચિંગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી 141 રમતવીરો તાલીમ મેળવી રહ્યા છે અને અનુભવી કોચોને રોજગારીની તક પણ મળી રહી છે. જિમના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કરી વિવિધ રમતગમત સુવિધાઓની માહિતી મેળવી હતી. તેમણે રાજકોટના ખેલાડીઓ તેમજ નાગરિકોને આ વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરી સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા અપીલ કરી હતી.

અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુખ્ય સુવિધાઓ

જિમ સમય અને સભ્યપદ
સમય લાભાર્થી સભ્યપદ ફી
સવારે 6 થી 10 ભાઈઓ-બહેનો રૂ. 500 પ્રતિ માસ + GST
સવારે 10 થી બપોરે 1 ફક્ત બહેનો રૂ. 500 પ્રતિ માસ + GST
સાંજે 4 થી 6 ફક્ત બહેનો રૂ. 500 પ્રતિ માસ + GST
સાંજે 6 થી 9 ભાઈઓ-બહેનો રૂ. 500 પ્રતિ માસ + GST

જિમની મુખ્ય વિશેષતાઓ
અદ્યતન ફિટનેસ મશીનો
કાર્ડિયો અને ટ્રેડમિલ ઝોન
ક્રોસ ટ્રેનર્સ
સ્ટ્રેન્થ અને વેઇટ ટ્રેનિંગ વિભાગ
ફ્રી વેઇટ્સ, ઓલિમ્પિક બારબેલ અને વજનની પ્લેટ્સ
એડજસ્ટેબલ બેન્ચીસ
લેટ પુલડાઉન, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ અને કેબલ ક્રોસઓવર મશીનો
ફંક્શનલ અને ફ્રી-સ્ટાઇલ ટ્રેનિંગ એરિયા
વોશરૂમ અને શાવર સુવિધા
શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા
ફર્સ્ટ એઇડ બોક્સ
સર્ટિફાઇડ ટ્રેનર્સની દેખરેખ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ રમતગમત સુવિધાઓ
ઇન્ડોર રમતો આઉટડોર રમતો
10 બેડમિન્ટન કોર્ટ આર્ચરી
6 ટેબલ ટેનિસ ટેબલ સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ
2 સ્ક્વોશ કોર્ટ ક્લે વોલીબોલ કોર્ટ
10 મીટર શૂટિંગ રેન્જ ક્લે કબડ્ડી કોર્ટ
પુરુષ-મહિલા માટે અલગ જિમ 2 સિન્થેટિક ટેનિસ કોર્ટ
યોગ સેન્ટર
મલ્ટી વુડન કોર્ટ

અન્ય સુવિધાઓ
વિશાળ પાર્કિંગ વ્યવસ્થા
કોમન એડમિનિસ્ટ્રેશન બ્લોક
વેઇટિંગ એરિયા
1,200 બેઠક ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ
ચેસ અને કેરમ માટે અલગ હોલ
લિફ્ટ સુવિધા
રાત્રિ રમતો માટે 10 હાઇ-માસ્ટ લાઇટ્સ
તમામ ઇન્ડોર અને આઉટડોર રમતો માટે ડે-નાઇટ સુવિધા

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
Next Article મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?