મુંબઇ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન વલસાડથી અટકાવી દેવાઇ, પરત અમદાવાદ ફરશે
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના જળસ્તરમાં સતત વધારો, મંદિરો પાણીમાં ડૂબી ગયાં
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે રેલ રૂટ પર સોમવારે સવારે કરજત-લોનાવલાના ભોર ઘાટ સેક્શનમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું. ત્રણેય રેલવે લાઈનો પ્રભાવિત થઈ ગઈ. 20 ટ્રેનો રદ કરવી પડી. બીજી તરફ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો. મુંબઈમાં ગઈકાલથી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, 142 વૃક્ષો ઉખડી ગયા. BMCએ આજે સરકારી, ખાનગી અને નગરપાલિકાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. મધ્યપ્રદેશના ભોપાલ સહિત 7 જિલ્લામાં રવિવારે ભારે વરસાદ થયો. પાંઢુરણા જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું. વરસાદ બાદ કાલિસિંધ નદી બે કાંઠે વહી રહી છે. રાયસેન જિલ્લામાં બેતવા નદીમાં ડૂબી જવાથી બે સગીર બાળકીઓના મોત થયા. બીજી તરફ યુપીના 10 થી વધુ શહેરોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાં ખાડામાં ડૂબી જવાથી 5 અને 6 વર્ષના બે બાળકોના મોત થયા. જમ્મુ-કાશ્મીરના કિશ્તવારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે 6-7 વાહનો દટાઈ ગયા હતા. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
- Advertisement -
મુંબઇના ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશન વચ્ચે તેમજ પાલઘર નજીક રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ તરફથી ગુજરાત અને દિલ્હી જતી અને મુંબઈ આવતી ટ્રેનોને અસર થઈ છે. મુંબઇ તરફ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન વલસાડથી અટકાવવામાં આવી વલસાડથી પરત અમદાવાદ જશે. જોતપુર બાંદ્રા ટ્રેન વાપીથી અટકાવવવામાં આવી વાપીથી પરત જોતપુર જશે. ‘મિસિંગ લિંક’ નામથી જાણીતો મુંબઈ-પુણે એક્સપ્રેસવે માત્ર બે મહિના પહેલા જ ચાલુ થયો હતો. ₹6695 કરોડના ખર્ચે બનાવેલા આ મેગા-પ્રોજેક્ટને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના ઉદાહરણ તરીકે બિરદાવવામાં આવ્યો હતો. જોકે, ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે હવે તેના નિર્માણ કાર્ય પર સવાલો ઉભા થયા છે.
મુંબઈમાં ‘રેડ એલર્ટ’
મુંબઈમાં વરસાદને કારણે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી સ્થગિત
મુંબઈ, પાલઘર અને રાયગઢમાં રેકોર્ડ વરસાદ, 13 લોકોનાં મોત
થાણેમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે હોર્ડિંગ ધરાશાયી
જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન, અનેક વાહનો દટાયા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને કાટમાળ ધસી પડવાની ઘટનાને પગલે કિશ્તવાડ-ડોડા હાઈવે (NH-244) પ્રેમ નગર નજીક બંધ થઈ ગયો છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને કેટલીક ગાડીઓ કાટમાળમાં ફસાઈ ગઈ છે. કાટમાળ નીચે 6-7 વાહનો દટાઈ ગયા હતા. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.




