રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫-મી જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પહાર પહેરાવી ભાવભીની વંદના કરી હતી. જેમાં ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

You Might Also Like
Follow US
Find US on Social Medias



