મોઈન ખાન પાસેથી હિન્દુ મહિલાઓના 40 હજાર વીડિયો મળ્યા
બજરંગ દળે કેસને ધ કેરલા સ્ટોરી કરતાં પણ મોટી કોટા સ્ટોરી ગણાવી
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજસ્થાનના કોટા શહેરના વિજ્ઞાનનગર વિસ્તારમાં મનીષ શર્મા ઉર્ફે મોઈન ખાનનો કેસ ચર્ચામાં છે. શરૂઆતમાં આ મામલો ટૅલિગ્રામ ગ્રુપ અને અશ્લીલ કન્ટેન્ટ હોવાનું માનવામાં આવતો હતો પણ હવે તેને લઈ મોટો વિવાદ શરૂ થયો છે. બજરંગ દળે આ કેસને ધ કેરલા સ્ટોરી કરતાં પણ મોટી કોટા સ્ટોરી ગણાવી છે. સંગઠનનો આરોપ છે કે આ મામલો હિન્દુ મહિલાઓને નિશાન બનાવવા, કથિત ધર્માંતરણ, સોશિયલ મીડિયા નેટવર્ક અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે.
મનીષ શર્માએ ઇસ્લામ અપનાવ્યો અને નામ બદલી મોઈન ખાન રાખ્યું. તેણે ટૅલિગ્રામ, સ્નૅપચૅટ, ડિસ્કૉર્ડ દ્વારા હિન્દુ મહિલાઓને નિશાન બનાવી. આરોપીએ પોતે ધર્મ પરિવર્તન કર્યું અને પછી હિન્દુ મહિલાઓને ફસાવવા, ધાર્મિક પ્રતીકોનું અપમાન કરાવવા અને વીડિયો ભેગા કરવાનું કામ કર્યું. બજરંગ દળની માગણી છે કે આની ઊંડી તપાસ થાય કારણ કે આ પાછળ મોટું નેટવર્ક હોઈ શકે છે. આરોપીના મોબાઇલમાંથી હિન્દુ મહિલાઓના 40 હજારથી વધુ અશ્લીલ વીડિયો મળ્યા છે. કેટલાક વીડિયોમાં મહિલાઓના શરીર પર ઓમ અને સ્વસ્તિક જેવા ધાર્મિક ચિહ્નો દેખાય છે. કેટલાકમાં દેવી-દેવતા અને શિવલિંગ સાથે વાંધાજનક કન્ટેન્ટ હોવાનો પણ દાવો છે.
- Advertisement -
અગાઉ મનીષ શર્માએ સુન્નત કરાવી ધર્મ પરિવર્તન કર્યું અને પછી મોઈન ખાન નામે સોશિયલ મીડિયા પર ઍક્ટિવ થયો. કેટલાક ઓડિયો અને ચૅટમાં પાકિસ્તાનથી સૂચનાઓ મળ્યાની વાત જાણવા મળી છે. બજરંગ દળે આ મામલે પીએમઓ, ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રીને ફરિયાદ મોકલી છે અને રાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી તપાસની માગણી કરી છે. સંગઠનનો દાવો છે કે કેટલાક ટૅલિગ્રામ ગ્રુપ અને ઓડિયોમાં હિન્દુ મહિલાઓને ફસાવવા, વીડિયો રેકોર્ડ કરવા જેવી વાતો તથા જિહાદ-અલ-અકબર અને ગઝવા-એ-હિન્દ જેવા શબ્દોના ઉપયોગનો ઉલ્લેખ છે.
આરોપીના ફોનમાંથી મળેલા ઓડિયોમાં પરિણીત હિન્દુ મહિલાઓ પર જાતીય હુમલો કરવામાં આવી રહ્યો હોવાના વીડિયો બનાવવા, તેમના મંગળસૂત્રો અને સિંદૂર સ્પષ્ટપણે દેખાતા હોવાના અને હિન્દુ દેવતાઓનું અપમાન કરવાના વિષયમાં વાતચીતનો ખુલાસો થયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે મોઈન ખાને સગીર છોકરીઓ અને મહિલાઓને લલચાવી, તેમને ધર્માંતરણ માટે દબાણ કર્યું અને અશ્લીલ સામગ્રી બનાવી અને એકત્રિત કરી જે તેણે પછીથી શેર કરવાની યોજના બનાવી. આ બધું પાકિસ્તાનમાં રહેતા એક વ્યક્તિના કહેવા પર કરવામાં આવ્યું હતું, જેને ઓડિયોમાં પુષ્ટિ આપતા સાંભળી શકાય છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં આવા દાવાઓની પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. 15 જૂને બજરંગ દળના એક કાર્યકરની ફરિયાદ પર પોલીસે BNSની કલમ 196(1)(A), 196(1)(B), 299, 352 અને IT ઍક્ટની કલમ 66, 67, 67A હેઠળ ગુનો દાખલ કરી આરોપી મોઈન ખાનની ધરપકડ કરી છે.
મોઈન ખાન જન્મથી હિન્દુ અને તેનું નામ મનીષ શર્મા, સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી યુવતીઓને ફસાવતો
મોઈન જન્મથી હિન્દુ હતો. તે 10મા ધોરણ સુધી ભણેલો છે. તે કોઈની દુકાનમાં કામ કરતો હતો. તેના લગ્ન 2021માં થયા હતા અને તેને 4 વર્ષનો બાળક છે. તે ઘણા મહિનાઓથી શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં રોકાયેલો હતો. બજરંગ દળના હેલ્પલાઈન નંબર પર તેની વિરુદ્ધ ફરિયાદ મળી હતી. તેના દ્વારા સોશિયલ મીડિયા પર હિન્દુ સગીર છોકરીઓ અને મહિલાઓનું ધર્માંતરણ કરવા માટે અસંખ્ય ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપ મારફતે એક મુસ્લિમ પુરુષ હિન્દુ છોકરી કે સ્ત્રીને પ્રેમમાં ફસાવે છે અને લગ્ન પહેલાં તેને ગર્ભવતી બનાવે છે. બાળકના જન્મ પછી સ્ત્રીને ઇસ્લામમાં ધર્માંતરણ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ આખોય મામલો લવ જેહાદ સાથે પણ સંકળાયેલો છે.




