By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    7 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
CRIME

લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે

Khaskhabar Editor
Last updated: 2026/06/27 at 3:20 PM
Khaskhabar Editor 3 months ago
Share
17 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં લીંબુડીવાડી મેઇન રોડ પર આવેલી માધવ વાટિકા કોમ્પ્લેક્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ઉકેલી નાખ્યો છે ઓફિસના તાળા તોડી 10 હજાર રોકડ ભરેલી તિજોરી ચોરી કરવા માટે બે શખ્સો 10 લાખની કાર લઈને આવ્યા હતા પોલીસે બે શખ્સોને ઝડપી કાર, રોકડ, તિજોરી સહીત 10.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલાવડ રોડ પરની વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતાં અને જમીન-મકાનનું કામ કરતાં શિવરાજસિંહ રાણાની લીંબુડીવાડી મેઈન રોડ પર માધવ વાટિકા કોમ્પલેક્સમાં આવેલી ઓફિસમાંથી ગત 24 તારીખે રાત્રે ઓફિસના તાળા તોડી તસ્કરો 10 હજાર રોકડ ભરેલી તિજોરી ચોરી કરી નાસી જતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ગાંધીગ્રામ પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ વી ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, ભવદીપસિંહ ગોહિલ, જયદેવસિંહ પરમાર અને ચંદ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે જામનગર રોડ પર એમ્સ હોસ્પિટલ તરફ જતાં સર્વિસ રોડ પરથી ચોરીમાં સંડોવાયેલા રૂત્વીક ભરત ઉર્ફે શકિત દુધૈયા અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમારને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસે તિજોરી, રોકડ 10 હજાર, 2 મોબાઈલ અને ઉપયોગમાં લીધેલી 10 લાખની કાર સહીત તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઓફિસમાં સીસીટીવી ન હોય તે જાણતા હોવાથી ચોરીને અંજામ આપ્યો હતો.

- Advertisement -

રેસકોર્સ પાર્કમાં આધેડનો ઝેર પી આપઘાત : ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટના એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા રામબહાદુરભાઈ કાળુસિંગ વિશ્વકર્મા ઉ.51એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે. જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ નેપાળના અને હાલ રેસકોર્સ પાર્કમાં રહી હોટલમાં કામ કરતા રામબહાદુરભાઈએ ઘરે અનાજમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા જે અંગે પરિવારજનોને જાણ થતાં તત્કાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતા જ્યાં તેનું મૃત્યું નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ બી વી ભગોરા સહિતનો કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ અને મિલ્કત બાબતે તેણે આ પગલું ભરી લીધાનું પોલીસનું અનુમાન છે. જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

વાહન પાર્કિંગના મામલે બે પરવાર વચ્ચે છરી-ધોકાથી મારામારી : 6 વિરુદ્ધ સામસામે ફરિયાદ
રાજકોટના દૂધસાગર રોડપર આવેલી ભગવતી સોસાયટીમાં વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે છરી અને ધોકાથી હુમલો થતા ચકચાર મચી ગઈ છે ઈજાગ્રસ્ત પિતા-પુત્ર બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં થોરાળા પોલીસે બંને પક્ષના છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની ભગવતીપરા સોસાયટીમાં રહેતા ગનીભાઈ સુલેમાનભાઈ કારીયાણીએ પાડોશમાં રહેતા સિકંદર ઇબ્રાહીમભાઇ ઠેબા, અલ્તાફ ઇબ્રાહીમભાઇ ઠેબા, નજીર ઇબ્રાહીમભાઇ ઠેબા અને મહમદ સિકંદરભાઈ ઠેબા સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગત સવારે 11 વાગ્યે પોતાના ઘર નજીક બાઈક પાર્ક કરતાં હતા ત્યારે પાડોશમાં રહેતા સિકંદરે તેનો વિરોધ કરી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં સિકંદર, અલ્તાફ, નજીમ સહિતનાઓએ છરી અને ધોકાથી હુમલો કરતાં ગનીભાઈને ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર અને બેટરી વેપારી આસીફભાઈ ગનીભાઈ કારીયાણીને પણ માર મારી ઇજા પહોંચાડી હતી તેમજ મરિયમબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો પિતા-પુત્રને વધુ ઇજા થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હત જયારે સિકંદર ઇબ્રાહીમભાઇ ઠેબાએ સામા પક્ષે ગનીભાઇ મતવા અને આસિફભાઇ મતવા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યે બાઈક પાર્ક કરતા હતા ત્યારે ઉપરોક્ત વ્યક્તિએ આવી શેરીમાં બાઈક પાર્ક કરવાની ના પાડી છે છતાં શુકામ પાર્ક કરો છો કહી ઝઘડો કરી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી છરીનો એક ઘા ઝીકી દીધો હતો ફરઝાનાબેન અને નાઝિર હુસેન છોડાવવા વચ્ચે પડતા ઝપાઝપી કરી ઢીકાપાતનો માર માર્યો હતો થોરાળા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવા રિંગ રોડ પર બાંધકામ સાઈટ પરથી 10 લાખની એલ્યુનીમીનીયમ પ્લેટની ચોરી
રાજકોટના એરપોર્ટ રોડ ઉપર વંદનવાટિકામાં રહેતા અને જે.જે. ઈ.પી.સી.પ્રા.લી. કંન્ટ્રક્શનની કંપ નીમા એન્જીનીયર તરીકે નોકરી કરતા ધવલભાઇ જીતેંદ્રભાઇ સોલંકી ઉ.29એ ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ તેની સાઇટ સ્કાયલાઇન પ્રોજેક્ટ પરસાણા ચોક ન્યુ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે છેલ્લા છ મહીનાથી ચાલુ છે જ્યા એલ્યુમીનીયમની અલગ અલગ સાઇઝની કુલ 459 પ્લેટો સાઇડ પર મંગાવી હતી ગત તારીખ 25ના રોજ સવારના સાડા અમો અમારી ઉપરોકત બાંધકામની સાઇટ ઉપર હતો ત્યારે અમોને અમારા મજુરે જણાવેલ કે શટરીંગ માટે વપરાતુ માઇવન મટીરીયલમા એલ્યુમીનીયમની પ્લેટ ઘટે છે તેમ મને જણાવતા હુ સાઇટ ઉપર જ્યાં એલ્યુમીનીયમની પ્લેટ રાખેલી હતી ત્યા જઇને જોતા પ્લેટો ઓછી જણાઇ આવતા અમોએ અમારી સાઇડ ઉપર અને આજુબાજુમા તપાસ કરતા તથા સિક્યુરીટી ગાર્ડની પુછપરછ કરતા એલ્યુમીનીયમની પ્લેટો મળી આવેલ ન હોય જેથી અમોએ અમારા મજુરો દ્વારા પ્લેટો ગણતા કુલ પ્લેટો 459માથી 69 પ્લેટો ઓછી હતી જેથી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ અમારી બાંધકામની સાઇટમા પ્રવેશ કરી સાઇટ પર રાખેલ એલ્યુમિનિયમની અલગ અલગ સાઇઝની 10.11 લાખની 69 પ્લેટો લઇને જતા રહેલ હોય ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

જામનગરના ખીમરાણા ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી ઉપર રેન્જની ટીમનો દરોડો
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદે પ્રવૃતિ ડામી દેવા તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઈ કાંટેલીયા તથા કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ધર્મેન્દ્રસિહ જાડેજાને બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી. પો.સ્ટે. વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રુપારેલ નદીમાંથી કસુરદાર દયાળજીભાઈ માંડવિયા ગેરકાયદે ખનીજ રેતીની ચોરી કરે છે. આ બાતમી આધારે દરોડો પાડી જેસીબી ડ્રાઇવર શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા, જેસીબી ડ્રાઇવર આકાશ દયાળજીભાઇ માંડવીયા, ટ્રેકટર ડ્રાઇવર કાન્તીયા ધના કિરાડ, ટ્રેકટર ડ્રાઇવર સેવલા કીરાડ, ટ્રેકટર ડ્રાઇવર અજય જુથસિહ કિકરીયા, ટ્રેકટર ડ્રાઇવર દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા, ટ્રેકટર ડ્રાઇવર ટાવેડીયા ધનાભાઇ રાઠવા અને ટ્રેકટર ડ્રાઇવર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ મળી જેસીબી, તથા ટ્રેકટર ટ્રોલી સહીત 1 કરોડ 2 લાખનો મુદામાલ કબ્જે કરી ખાણખનીજ અધિકારી તથા પંચકોષી-એ ડિવી.પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી સોંપી આપેલ છે.

બે દરોડામાં જુગાર રમતી બે મહિલા સહીત 11 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પીઆઇ મકવાણાની રાહબરીમાં પીએસઆઈ એ.પી. રતન સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રેલનગરમાં ટાઉનશીપ પાસે દરોડો પાડી જુગાર રમતા ગૌરવ મહેશભાઈ રાઠોડ, દક્ષાબેન ગૌતમભાઈ સોલંકી, હીનાબેન ઉમેશભાઈ બાદિયા અને સુરેશ વલ્લભભાઈ સોનીની ધરપકડ કરી 10,250 રોકડા કબ્જે કર્યા છે જયારે આજી ડેમ પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં ટિમ પેટ્રોલિગનમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે જડેશ્વર વેલનાથપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મહીપત રમેશભાઈ સોલંકી, વિજય મનુભાઈ સોલંકી, વિજય ગોવિંદભાઇ સોલંકી, રાકેશ જીવરાજભાઈ સોલંકી, ભરત દેવરાજભાઇ સોલંકી, કલ્પેશ પ્રતાપભાઈ સાતડીયા અને લાખા ભુપતભાઇ રાઠોડની ધરપકડ કરી રોકડા 10,510 કબ્જે કર્યા છે.

ધંધા માટે દોઢ લાખ 20 ટકા વ્યાજે લઇ યુવક વ્યાજખોરીમાં ફસાયો : પેનલ્ટી પેટે બે બાઈક પડાવી લીધા
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટના ઓમનગરમાં રહેતા અને એલ્યુમીનીયમ એન્ડ સેકશનનુ છુટક મજુરી કામ કરતા જયભાઇ ખુશાલભાઇ રાખસીયા ઉ.25એ મવડી બાપા સીતારામ ચોક પાયે ઓફિસ ધરાવતા સ્મિત પટેલ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અગાઉ એલ્યુમીનીયમ સેકશનનુ મિસ્ત્રીકામ મારા શેઠ અનિલભાઈને ત્યા કરતો હતો અને આજથી ચારેક મહિના પહેલા મારા શેઠ અનિલભાઇએ સ્મીતભાઈ પટેલની ઓફીસ બાપા સિતારામ ચોક મવડી પાસે જે.કે. મોટર નામના ગેરેજ ખાતે આવેલ છે ત્યા ઓફીસમા એલ્યુમિનીયમ સેકશનનુ કામ કરવા મોકલ્યો હતો તે દરમ્યાન આ સ્મીતભાઇએ મને વાત કરેલ કે હૂં સાઈડમાં વ્યાજ વટાવનો ધંધો કરૂ છુ અને કોઇને વ્યાજે પૈસા જોઇતા હોય તો કહેજો મારે ધંધામાં પૈસાની જરૂરીયાત હોય જેથી હું સ્મીતભાઈની ઓફીસે ગયેલ અને વાત કરેલ કે મારે ધંધા માટે 50 હજારની જરૂરીયાત છે જેથી 10 ટકાના વ્યાજે 15 દિવસ પુરતા સ્મિતભાઈએ મને આપેલ હતા તે રૂપીયા મે વ્યાજ સહીત ચુકવી દીધા હતા અને બાદ વધુ રૂપિયાની જરૂરીયાત પડતા પાછો ગત 27 માર્ચના રોજ સ્મીતભાઈને કહેલ કે મારે દોઢ લાખની જરૂરીયાત છે આથી આ સ્મીતભાઇએ મને કહેલ કે 20 ટકા વ્યાજ થાશે જેથી મે વ્યાજ ઓછું કરવા આજીજી કરેલ પરંતુ સ્મિતભાઇએ વાત માનેલ નહિ અને મને કહ્યું કે પૈસા જોઈતા હોય તો લે, વ્યાજ આપવામા મોડુ થશે તો તેની ઉપર પેન્લટી ચડશે તે મને ગમે તેમ કરી આપવી પડશે મારે પૈસાની ખુબજ જરૂરીયાત હોવાથી મે 20 ટકે દોઢ લાખ લીધા હતા મંદિના હિસાબે મારે કામ ધંધો બરાબર ચાલતો ન હોય આથી હૂં આ વ્યાજના પૈસા આપી શકેલ ન હતો જેથી સ્મિતભાઈ મારી પાસે વારંવાર પૈસાની ઉઘરાણી કરતા અને મને ફોન આવેલ કે તુ કયા છો, કેમ વ્યાજ પહોંચાડતો નથી તુ અત્યારે જ મારી ઓફીસે આવી ” જેથી હું મારૂ સ્પ્લેન્ડર લઈને ગયો હતો ત્યારે આ સ્મિતભાઈએ મને ગાળો ભાંડી બે ત્રણ ફડાકા મારી ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી મારૂ સ્પ્લેન્ડર પરાણે લઇ લીધું હતુ અને સ્મિતભાઇએ મને કહેલ કે તારે મુદલ, વ્યાજ તથા પેનલ્ટી થઇ 2.60 લાખ આપવા પડશે મારે હાલ પૈસા જોઇએ નહિ તો તને જીવતો નહિ જવા દવ કહી મારી નાખવાની ધમકી આપી હતી આ સ્મિતભાઈએ મને કહેલ કે તારે મને બે સહિ વાળા કોરા ચેક અને તારી પાસે બીજુ મોપેડ છે તે મને આપવુ પડશે તો તને અહિથી જવા દઇશ નહિ તો તને મારી નાખીશું આથી મે સ્મિતભાઇને હા પડતા સ્મિતભાઇએ મને જવા દિધેલ હતો સ્મિતભાઈ માથાભારે સ્વભાવના હોય જેથી હું ખુબજ ડરી ગયેલ હોય મારુ મો.સા. સ્મિતભાઈની ઓફીસે મુકી આવેલ હતો તેમ છતા મને વારંવાર ફોન કરી ચેક આપવા દબાણ કરતા હતા ચેક હું સ્મિતભાઈની ઓફીસે દેવા ગયો ત્યારે આ સ્મિતભાઇએ મને કહેલ કે આ બં ન્ને મો.સા. વ્યાજની પેનલ્ટીમા આવેલ છે અને તારે હજુ મને દર મહિને વ્યાજ તથા તેની પેનલ્ટી ચુકવવી પડશે જો તુ તે નહિ ચુકવે તો આ ચેક ચાર ગણી રકમના ભરી કોર્ટમા કેસ કરી તને ફીટ કરી દઇ” તેવી મને ધમકી આપેલ હતી અને આ પછી હુ પૈસા કમાવવા માટે માણેકવાડા જતો રહેલ હતો અને આ સ્મિતભાઇ મને અવાર-નવાર ફોન કરી જેમ તેમ ગાળો આપતા હતા અને 2.60 લાખ આપવા દબાણ કરતા હતા બાદ મને ફોન કરીને કહ્યું કે તુ કયા છો મે તારૂ ઘર ગોતી લિધેલ છે અને મારા પૈસા આપવા જ પડશે નહિતર તારા આખા પરિવારને પતાવી દઈશ તેવી મને તથા મારા પરિવારને ધમકી આપી જતા રહેલ હતા અને બાદ મારા પિતા સાથે વાત કરતા તેઓએ મને કહેલ કે “”આ ભાઈ કોણ છે તેઓ મોટ રકાર લઇ આવેલ હતા અને તને શોધતા હતા અને કહેતા હતા કે તમારા દિકરાએ મારી પાસેથી પૈસા વ્યાજે લીધેલ છે તે પૈસા મારે ગમે તેમ કરી જોઇએ તમારા દિકરાને સાંજ સુધીમા મારી ઓફીસે મોકલજો નહિતર તમારા આખા પરિવારને પૂરો કરી નાખીશ તેવી ધમકી આપી જતા રહેલ છે જેથી ઓફિસે જતા તારે જે કરવુ હોય તે કરી લેજે તારી ફરીયાદ પણ કોઇ પોલીસ વાળો નહિ લે, તેમ કહી ગાળો બોલવા લાગેલ હતા જેથી ફરિયાદ નોંધાવી હતી.

શિવાજીનગરમાં ધંધા ખારમાં છરીથી કરાયેલો હુમલો જીવલેણ નીવડ્યો : બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું
રાજકોટના શિવાજીનગરમાં ધંધા ખારમાં યુવાનને તેના જ કૌટુંબિક મામાના દીકરાઓએ આડેધડ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેને અને વચ્ચે પડેલા કાકાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે થોરાળા પોલીસે અગાઉ ઈજાગ્રસ્તના ભાઈની ફરિયાદ પરથી હત્યાની કોશિષ, રાયોટીંગ સહિતનો ગુનો નોંધ્યો હતો હવે પોલીસે મહિલા સહીત 5 આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. શિવાજીનગરમાં રહેતા મૃતકના મોટા ભાઈ રાહુલભાઈ દેવજીભાઈ જાધવએ ગત મોડી રાત્રે સુનિલ, અનિલ, રમેશ, ભરત અને હંસાબેન સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ફોટો ફેમનો વેપાર કં છું. અમે ત્રણ ભાઈ બહેન છીએ. જેમાં ગોપાલભાઇ મોટા, એના પછી હીરલબેન તથા સૌથી નાનો હું છું ગુરુવારે હું તથા મારા પત્ની જયોતીબેન અને મારી દીકરી ધ્રુવીકા તથા દીકરો પ્રીયાંક એમ અમો બધા મારા સસરા જીગ્નેશભાઇ બારૈયાના ઘરે ભીમ અગિયારસના તહેવાર અનુસંધાને ગયા હતા. રાત્રીના મારા મિત્ર ગનીભાઇનો મને ફોન આવેલ અને મને કહેલ કે, અનિલ પરમારના ઘર પાસે તારા ભાઇ ગોપાલને પેટના ભાગે છરી વાગેલ છે. તું ઝડપથી આવ હું તુરત જ એક્ટિવા લઇને ત્યાં પહોંચ્યો હતો અનિલના ઘરે અનિલ કે તેના પરિવારના સભ્યો હાજર હતા નહીં. મેં જોયુ તો ગોપાલભાઈ અર્ધ બેભાન હતા. મારા કાકા વિજયભાઈ પણ ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં હતા. કાકા વિજયભાઇએ મને જણાવેલ કે, અનિલ પહેલા આપણા ફોટો ફ્રેમમાં કામ કરતો હતો જે કામ શીખીને પોતાનું અલગ કામ ચાલુ કરેલ. આપણા ગ્રાહકોને અનિલ નીચા ભાવમાં કામ કરી આપતો. જેથી ગોપાલે તેને ઠપકો આપ્યો હતો. જેથી આ અનિલ ફોન કરીને તેમજ રૂબરૂ મળે ત્યારે ગોપાલને ગાળો બોલતો હતો. આ બાબતે વારંવારં ઝગડો થતો હતો. જેથી હું તથા ગોપાલ સમાધાન કરવા અનિલના ઘરે આવ્યા હતા જયાં અનિલ તથા તેનો ભાઇ સુનિલ તેના પિતા રમેશભાઇ તથા તેના માતા હંસાબેન તથા અનીલના કાકા ભરતભાઇ એમ બધા ઘરે જ હતા અનિલ તથા સુનિલે છરી કાઢી હતી અને બાજુમાં તલવાર પડેલ હતી
તથા રમેશભાઇ લાકડાનો ધોકો લઇને ઉભા હતા સુનિલએ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો બોલતા મેં ગાળો બોલવાની ના પાડતા સુનિલે છરી મારા પેટના ભાગે એક ઘા મારી દીધેલ અને હું નીચે પડી જતા ભરત તથા રમેશ મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને હંસાબેન જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા અને મારો મારો એમ કહેતા હતા ગોપાલ વચ્ચે પડતા ભરતભાઇ તથા રમેશભાઇએ ગોપાલને પકડી રાખેલ અને અનિલ એમ બોલતો હતો કે ગોપાલને જાનથી મારી નાખવો છે. તે ફોટો ફ્રેમના ધંધામાં અમ આગળ આવવા દેતો નથી. તેમ કહીને છરીનો એક ઘા ગોપાલના પેટના ભાગે મારી દીધેલ. ગોપાલે ભરતભાઇને ફોન કરીને કહેલ કે મને પેટમાં છરી મારેલ છે. તમે તુરત જ આવી જાવ. બાદ ગોપાલને મારા એકટીવામાં બેસાડેલ અને પાછળ ભરતભાઇ તેને પકડીને બેઠેલ અને ગનીભાઇએ તેના બાઇકમાં મારા કાકા વિજયભાઈને બેસાડેલ અને રોનકે તેમને પકડી રાખેલ હતા આમ અમો બધા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં બંનેને દાખલ કરાયા હતા આઈસીયુમાં દાખલ ગોપાલભાઈનું સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે મોત નિપજતા થોરાળા પોલીસે મૃતદેહને પીએમ માં ખસેડીને હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી ગોપાલભાઈને સંતાનમાં એક આઠ વર્ષની દીકરી અને એક પાંચ વર્ષનો દીકરો છે યુવકના મોતથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે અને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે બીજી તરફ પીઆઇ શક્તિસિંહ સોઢા સહિતના સ્ટાફે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના શિવાજીનગરમાં રહેતા અનિલ રમેશભાઈ પરમારએ જીવલેણ હુમલામાં દમ તોડી દેનાર પ્રકાશ ઉર્ફે ગોપાલભાઈ જાદવ અને તેના કાકા વિજયભાઈ જાદવ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ફોટો ફ્રેમનો ધંધો અલગ કર્યો હોય જેનો ખાર રાખી ઉપરોક્ત બંનેએ મારા ઘરે આવી પિતાના માથામાં લોખંડનો પાઇપ ઝીકી દીધો હતો ગાળો ભાંડી કાકા ભરતભાઈ નાનજીભાઈ પરમાર ઉપર પણ લોખંડના પાઇપથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હોવોઆનું જણાવ્યું હતું.

You Might Also Like

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Next Article ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?