પોલીસે 5346 આરોપીને જેલ ભેગા કર્યા
બાતમીદારો અને જવાનો માટે ડ્રગ રીવોર્ડ પોલિસી અમલી : જાંબાઝ પોલીસ કર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન પ્રમોશન
- Advertisement -
1.36 લાખ કિલોથી વધુનો જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક તોડ્યું
એઆઇ આધારિત NARIT સોફ્ટવેર વાપરનાર દેશનું પ્રથમ રાજ્ય
૨૬મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’ નિમિત્તે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે ગુજરાત પોલીસની છેલ્લા પાંચ વર્ષની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના આંકડા જાહેર કર્યા છે. ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે વાસ્તવિક રીતે કડકાઈથી ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલી બનાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ ૩,૭૦૦થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.ડ્રગ્સના નેટવર્કને તોડવા ખાસ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત કરાઈ છે. હવે સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ નાર્કોટિક્સના કેસ કરી શકશે. છેવાડાના વિસ્તારો સુધી નશાનો વ્યાપ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલની રચના કરાશે. વર્ષ
- Advertisement -
૨૦૨૦માં જ્યાં રાજ્યમાં નાર્કોટિકસના માત્ર ૩૧૫ કેસ નોંધાયા હતા, ત્યાં ચાલુ વર્ષ ૨૦૨૬માં માત્ર પાંચ જ મહિનામાં ૫૮૪ કેસ નોંધાયા છે જે પોલીસની કડક કાર્યવાહી દર્શાવે છે. વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ.૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે. જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સ પકડનારા પોલીસ કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત, પોતાના જીવના જોષણે હત્યા રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ જવાનો માટે સરકારે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની નીતિ અપનાવી છે.




