આપણા એટમી હથિયારો બે વર્ષમાં 180થી વધીને 190 થયા, જે પાકિસ્તાન કરતાં 20 વધુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયારો મોરચે તૈનાત કર્યા છે. દેશનો પરમાણુ હથિયારોનો ભંડાર પણ 180 થી વધીને 190 થઈ ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જઈંઙછઈં) ના તાજેતરના અહેવાલમાં આ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં ભારતે એક પણ પરમાણુ હથિયાર તૈનાત કર્યા ન હતા, પરંતુ 2026માં 12 તૈનાત કર્યા છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં કોઈ વધારો થયો નથી. તેમની પાસે હાલમાં 170 પરમાણુ હથિયારો છે. તેના કેટલા હથિયારો તૈનાત છે, તે સ્પષ્ટ નથી. રશિયા-અમેરિકાની જેમ ભારત પોતાના પરમાણુ હથિયારોની ચોક્કસ સંખ્યા, ક્ષમતા અને નામ સત્તાવાર રીતે જાહેર કરતું નથી. જઈંઙછઈં અને અન્ય સંસ્થાઓ ફક્ત અનુમાનના આધારે અહેવાલ બહાર પાડે છે. જઈંઙછઈં ઇયરબુક 2026 અનુસાર, દુનિયા એક નવા પરમાણુ સ્પર્ધાના યુગમાં પ્રવેશી રહી છે. અમેરિકા, રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન સહિતના તમામ પરમાણુ સંપન્ન દેશો પોતાના હથિયારો અને ડિલિવરી સિસ્ટમને ઝડપથી અપગ્રેડ કરી રહ્યા છે. 2026ની શરૂઆતમાં દુનિયાના 9 દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ પાસે કુલ 12,187 પરમાણુ હથિયારો છે. તેમાંથી 9,745 પરમાણુ હથિયારો સેનાના ભંડાર ગૃહમાં છે, જે ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ચીનના અંતિમ છેડા સુધી પહોંચી શકે તેવા હથિયારો બનાવવાનો ભારતનો પ્રયાસ
ભારત લાંબા અંતરના એવા હથિયારો બનાવવાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી તેમની પહોંચ ચીનના અંતિમ છેડા સુધી થઈ શકે. ભારત એકસાથે ચીન અને પાકિસ્તાન બંને મોરચે સંતુલિત વ્યૂહાત્મક ક્ષમતા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2020ની ગલવાન અથડામણ પછી ભારત-ચીન સરહદ પર ભારતીય સૈન્ય દેખરેખ વધી છે. ભારત નવી પરમાણુ ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી છે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ. જેના દ્વારા એક જ બેલિસ્ટિક મિસાઈલ ઘણા પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે અને અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
- Advertisement -
સમુદ્રમાં પણ વધી પરમાણુ તાકાત
રિપોર્ટમાં ભારતની દરિયાઈ પરમાણુ ક્ષમતાને પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. ભારતની પરમાણુ સબમરીન, ખાસ કરીને ઈંગજ અરિહંત, હવે દેશની ‘સેક્ધડ સ્ટ્રાઈક કેપેસિટી’નો મોટો આધાર બની રહી છે. જઈંઙછઈંનો અંદાજ છે કે ભારત હવે શાંતિ કાળમાં પણ મર્યાદિત સંખ્યામાં પરમાણુ હથિયારોને બેલિસ્ટિક મિસાઈલ સબમરીન પર તૈનાત કરવા લાગ્યું છે. આનાથી દુશ્મનના પહેલા હુમલા પછી પણ જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતા જળવાઈ રહે છે.



