By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    55 minutes ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    1 hour ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    1 hour ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    1 hour ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    4 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    4 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 4:05 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

ગિર-સોમનાથના જગતિયા ગામે કુદરતનો ચમત્કાર

કોડીનારથી 12 કિલોમીટર દૂર શેઠ જગડુશાના આશ્રમમાં જમીનમાંથી નીકળતા કુદરતી ગેસ પર બને છે રસોઈ, છતાં જ્વાળા દઝાડતી નથી!

- Advertisement -

હરસિધ્ધિ માતાજીના વરદાનની લોકવાયકા ધરાવતી અદ્ભૂત જગ્યા: અખંડ જ્યોત પર પ્રગટાવવા છતાં ચલણી નોટો સળગ્યા વગર આખી નીકળે છે

ગિર સોમનાથ જિલ્લાનાં કોડીનારથી બાર કિલોમીટરના અંતરે જગતિયા ગામ આવેલું છે. જગતિયા ગામે આવેલા શેઠ જગડુશાના આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે. દાયકાઓ પહેલાથી આ સ્થળ પર જમીનમાંથી જ્યોત નીકળે છે. આશ્રમમાં ચાલતી અખંડ જ્યોત ક્યાંથી અને કેવી રીતે થાય છે તેના સંશોધન માટે ઘણા વૈજ્ઞાનિકો આવી ગયા છે પરંતુ અફસોસ તેમને કાંઈ હાથ લાગ્યું નથી.
કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે. આ ગેસ સળગે છે છતાં આ ગેસની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.
કોડિનાર આસપાસનાં લોકો તો આ જગ્યાથી વાકેફ છે પરંતુ દૂરનાં પર્યટકો આ જગ્યાથી અજા છે. આ સ્થળ રમણીય અને પર્યટનીય તો છે જ પરંતુ આ જગ્યાની વિશિષ્ટ ખાસિયત એ છે કે અહીંની જમીનમાં કુદરતી ગેસનો ભંડાર આવેલો છે. સેંકડો વર્ષોથી અહીંની જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. જે ગેસનો ઉપયોગ અહીં જગ્યા પૂરતો ચા બનાવવા તેમજ રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગિર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. અહીં શેઠ જગડુશા અને હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. નાનકડો આશ્રમ પણ છે. જ્યા સાધુ સંતો આવીને રોકાઈ શકે છે. અહીંથી નીકળતા ગેસનો ઉપયોગ માત્ર આ જગ્યા પૂરતો જ કરી શકાય છે તેવી માન્યતા પ્રવર્તે છે. અહીં દર્શનાર્થે આવતા લોકો પોતાની સાથે લાવેલા સામાનમાંથી ભોજન પ્રસાદ અખંડ જ્યોત પર બનાવીને ગ્રહણ કરી ધાર્મિક આસ્થા સાથે અખંડ જ્યોતનું પૂજન પણ કરે છે.

1921માં અંગ્રેજ ઈજનેરે સંશોધન માટે 3થી 7 બોર કરેલા

- Advertisement -

જ્યોત હાથ વડે ઠારવા છતાં દઝાતું નથી એ જ અહીંનું સત છે. હિમાલયમાં રહેલા જ્વાલાજીની જ્યોત સાથે આ જ્યોતને સરખાવવામાં આવે છે. થોડા વર્ષ પૂર્વે આ વિસ્તારમાં 70 ઇંચ જેટલો વરસાદ થયેલો ત્યારે પણ આશ્રમમાં કેડસમા પાણીમાં આ જયોત પ્રગટતી હતી. 1921માં સયાજીરાવ ગાયકવાડના વખતમાં અંગ્રેજ ઈજનેર કેપ્ટન પાર્મરે આ જગ્યાના સંશોધન માટે 3થી 7 બોર કર્યા હતા. તેમને આ જમીનમાંથી ગેસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને જેટલો ગેસ જોતો હતો તેટલો મળ્યો નહોતો. ત્યારબાદ સરકારી એજન્સીઓએ પણ પ્રયત્ન કરી જોયા પણ તેઓ નિષ્ફળ રહ્યા. કહેવાય છે કે, આ જ્યોત અને તેના ગેસને આશ્રમ બહાર લઈ જઈ શકાતું નથી.

શેઠ જગડુશા આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય

જગતીયા ગામનાં શેઠ જગડુશા આશ્રમ ખાતે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને પોતપોતાની આસ્થાથી કોઇ પણ બીમારીને દૂર કરવા માનતાઓ માને છે. માનતા પૂર્ણ થતા આસ્થા અનુસાર જ્યોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે. શેઠ જગડુશાની જગ્યામાં સાક્ષાત હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે. અહીં મહાલક્ષ્મીની પણ કૃપા છે. શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે. થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આખી નીકળે છે.

You Might Also Like

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
Next Article અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?