ચોમાસું શ્રીલંકામાં અટક્યું: કેરળ પહોંચવામાં 7 દિવસ લાગશે, આ વર્ષે સામાન્યથી 10% ઓછો વરસાદ આવે એવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)એ એક મહિના પહેલાં લગાવેલા અનુમાનમાં ફેરફાર કર્યો છે. ઈંખઉ અનુસાર 2026માં ચોમાસાની સિઝનમાં દેશમાં સરેરાશ વરસાદ ઘટીને 78 સેન્ટિમીટર રહી શકે છે. 13 એપ્રિલે હવામાન વિભાગે 80 સેન્ટિમીટર વરસાદનું અનુમાન લગાવ્યું હતું.
1971-2020ના આંકડાઓના આધારે દેશમાં સરેરાશ વરસાદ 87 સેન્ટિમીટર માનવામાં આવે છે. આ વર્ષે દેશમાં કુલ વરસાદ લોંગ પિરિયડ એવરેજ (કઙઅ) ના લગભગ 90% રહેવાનું અનુમાન છે. આ 2018 પછી સૌથી ઓછો છે. 2018માં સામાન્યની સરખામણીમાં 91% વરસાદ થયો હતો. 100% કઙઅને સામાન્ય વરસાદ માનવામાં આવે છે.
ઈંખઉ અનુસાર જૂન-જુલાઈમાં પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં હીટવેવ ચાલવાની સંભાવના છે. સામાન્ય રીતે તે સમયે તાપમાન 30-35 ડિગ્રી સુધી રહે છે. આ વખતે 3 ડિગ્રી વધુ તાપમાન રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે જૂનમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે. જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.



