By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    52 minutes ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    55 minutes ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    56 minutes ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા
રાજકોટ

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:15 PM
Khaskhabar Editor 50 minutes ago
Share
4 Min Read
SHARE

અહેવાલ:કૌશિક ગોંડલીયા 

પિતાનું અધૂરું સપનું પૂરું કરનાર જયેશ વાઢીયાની કોન્સ્ટેબલથી ઙ.ઈં. સુધીની અનોખી સફર યુવાનો માટે પ્રેરણા

- Advertisement -

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકો ના વિશ્ર્વાસની જવાબદારી છે આ વિચારધારાને જીવનમંત્ર બનાવી નિષ્ઠા, પરિશ્રમ અને માનવતાના મૂલ્યો સાથે ફરજ બજાવતા રાજકોટ એ ડિવિઝનના પીઆઇ જયેશભાઇ વાઢીયાની જીવનયાત્રા આજે અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. સામાન્ય ગ્રામ્ય પરિવારમાં જન્મેલા જયેશભાઇએ સંઘર્ષ અને સંકલ્પના બળે પોલીસ વિભાગમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના થાપલા ગામે 22 ડિસેમ્બર 1990ના રોજ જન્મેલા જયેશભાઇ વાઢીયાએ ધોરણ 1થી લઇ કોલેજ સુધીનો અભ્યાસ જુનાગઢના સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાં પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ શિસ્ત, મહેનત અને સમાજસેવાની ભાવના તેમના વ્યક્તિત્વમાં જોવા મળતી હતી. કોલેજ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2011માં તેઓ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા. વર્ષ 2011થી 2016 સુધી પોરબંદર જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી. ફરજ દરમિયાન જ ઉચ્ચ પદ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો અને વર્ષ 2016માં પીએસઆઇની પરીક્ષા આપી સીધા જ પીએસઆઇ તરીકે પસંદગી મેળવી. કરાઇ ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2017માં રાજકોટ ગ્રામ્યમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યુ હતું. પીએસઆઇ તરીકે તેમણે જેતપુર તાલુકા, ધોરાજી, વીંછિયા અને ખાસ કરીને બે વર્ષ સુધી પડધરીમાં ફરજ બજાવી હતી. પડધરી વિસ્તારમાં અનેક મર્ડર અને જટિલ ગુનાઓ ઉકેલી તેઓએ પોતાની તીક્ષ્ણ તપાસશક્તિ અને કડક વહીવટી છાપ ઉભી કરી હતી.
વર્ષ 2020માં જિલ્લા બદલી થતાં ખેડા જિલ્લામાં એસઓજી, એલસીબી અને ટ્રાફિક સહિત વિવિધ શાખાઓમાં ફરજ બજાવી. ખેડા જિલ્લામાં એસઓજીમાં ફરજ દરમિયાન ખેતરમાં ઉગાડવામાં આવેલ 550 કિલો ગાંજો તથા અંદાજે 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની મોટી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ઉપરાંત મીનાવાડા ગામમાં મર્ડર બાદ ફરાર થયેલા આરોપીને માત્ર 24 કલાકમાં ઝડપી લઇ પીડિત પરિવારને ઝડપી ન્યાય અપાવ્યો હતો. તેમની કારકિર્દીનો એક અત્યંત મહત્વનો તબક્કો વર્ષ 2024માં સામે આવેલ ચર્ચાસ્પદ સીરપ કાંડ રહ્યો હતો. આ કેસમાં એસઆઇટીના સભ્ય તરીકે જોડાઇ તેમણે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની નિષ્ઠા અને ઉત્તમ કામગીરીને માન્યતા સ્વરૂપે વર્ષ 2025ના ફેબ્રુઆરી માસમાં તેમને પીઆઇ તરીકે પ્રમોશન મળ્યું અને રાજકોટ સિટીમાં બદલી થઈ. હાલ તેઓ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જયેશભાઇ વાઢીયાની સફળતા પાછળ પરિવારની પ્રેરણાનું પણ વિશેષ સ્થાન રહ્યું છે. તેમના બંને મામા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેમના પિતાએ વર્ષો પહેલા પોલીસ ભરતી માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. પિતાનું એ અધૂરું સપનું પુત્રએ પૂર્ણ કર્યું હોવાનો ગૌરવ આજે જયેશભાઇ અનુભવતા જોવા મળે છે. તેઓ માને છે કે ન્યાય માટે કડક અને માનવતા માટે નમ્ર રહેવું જ એક સાચા પોલીસ અધિકારીની ઓળખ છે. ફરજ પ્રત્યેની કડકતા સાથે સામાન્ય લોકો પ્રત્યે માનવતાભર્યું વર્તન જ તેમની કાર્યશૈલીની વિશેષતા બની છે. ફરજની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ ક્રિકેટના ભારે શોખીન છે. ખાસ ખબર દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ તેમણે પોલીસ વિભાગ તરફથી મેચ રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રમતગમત પ્રત્યેનો જુસ્સો સાબિત કર્યો હતો. સામાન્ય ગામડાથી શરૂ થયેલી સફર આજે રાજકોટ શહેરના મહત્વના પોલીસ અધિકારી સુધી પહોંચી છે. પીઆઇ જયેશભાઇ વાઢીયાની આ સફર એ સાબિત કરે છે કે મક્કમ ઇરાદા, કઠોર મહેનત અને ઈમાનદારી હોય તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.

You Might Also Like

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
Next Article શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
રાજકોટ

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?