By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    16 minutes ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    23 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    5 minutes ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    36 minutes ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    1 day ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    22 minutes ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    24 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    24 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:18 PM
Khaskhabar Editor 1 month ago
Share
8 Min Read
SHARE

0 બજેટ કિચન ગાર્ડન

હજારો લોકોને પર્યાવરણ તરફ વળવાની પ્રેરણા આપતા રાજકોટનાં નીતાબેન મોદી

- Advertisement -

નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન મો.નં. 72030 18575 પર ગાર્ડનીંગ માટે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આજના દોડધામભર્યા જીવનમાં શુદ્ધ અને રાસાયણિક પ્રક્રિયા વગરના શાકભાજી-ફળફૂલ મેળવવા એ એક પડકાર બની ગયો છે. વટાણા, તુરીયા, કારેલા, રીંગણ જેવા શાકભાજી હોય કે કેળા, પપૈયા અને લીંબુ જેવા ફળોનું આપણા આહારમાં તેમનું સ્થાન અત્યંત મહત્વનું છે. જ્યારે બજારમાં જંતુનાશક દવાઓવાળા શાકભાજી-ફળફૂલનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ‘કિચન ગાર્ડન’ એ ઉત્તમ સ્વાસ્થ્ય માટેનો શ્રેષ્ઠ ઉકેલ છે.
ઘરની આજુબાજુ ખાલી જમીન, આગાશી, છત કે બાલ્કનીમાં ફળફૂલ અને શાકભાજીની ખેતી કરવી તેને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. ખાલી જમીનનો ઉપયોગ કરીને તેને સુંદર અને સ્વચ્છ રાખી શકાય છે. કિચન ગાર્ડન ઘરના શણગારમાં વધારો કરે છે. તેમાં નકામા પાણીનો ઉપયોગ કરી શકાય છે. કુટુંબની જરૂરિયાત મુજબ તાજા અને જંતુનાશક દવાથી મુક્ત શાકભાજી મળે છે. કિચન ગાર્ડનમાંથી મળતા ફળો અને શાકભાજી તાજા અને પૌષ્ટિક હોય છે. આજે જ્યારે ઘણા લોકો પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવવા-વિકસાવવા માગે છે ત્યારે તમને યોગ્ય મદદ-માહિતી-માર્ગદર્શનની જરૂર પડે છે. આ સમયે રાજકોટમાં કિચેન ગાર્ડન બનાવવા-વિકસાવવા માટેનું એક સચોટ સરનામું બની ગયા છે, નીતાબેન અમરીશભાઈ મોદી.
શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતા નીતાબેન અમરીશભાઈ મોદી પર્યાવરણ પ્રત્યેની લાગણીને જીવનમૂલ્ય બનાવી અનોખું કાર્ય કરી રહ્યા છે. બાળપણથી જ તેમને છોડ અને પ્રકૃતિ પ્રત્યે વિશેષ લગાવ હતો, જે સમય જતાં તેમની જીવનયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો. માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહી, તેમણે આ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો અને ભાવનગર યુનિવર્સિટીની સર પી.પી. સાયન્સ કોલેજમાંથી ઇ.જભ. ઇજ્ઞફિંક્ષુની ડિગ્રી મેળવી. અભ્યાસકાળ દરમિયાન વિવિધ નિષ્ણાતો અને માર્ગદર્શકો પાસેથી તેમણે ગાર્ડનીંગના

- Advertisement -

ઘરમાં જ 150થી વધુ પ્લાન્ટનો ઉછેર, અત્યાર સુધીમાં 2000થી વધુ છોડ ઉછેરી નિ:શુલ્ક વિતરણ

સૂક્ષ્મ પાસાઓ અંગે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનને તેમણે માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે ઉપયોગી બનાવ્યું. આજે નીતાબેન ઝીરો બજેટ કિચેન ગાર્ડનની કલ્પનાને વાસ્તવિકતા બનાવી હજારો લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
તેમના નિવાસસ્થાને જ 150થી વધુ વિવિધ પ્રજાતિના છોડનું સંવર્ધન કરવામાં આવે છે. દરેક છોડની તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરે છે. તેઓ જણાવે છે કે યોગ્ય ગાર્ડનીંગ માટે માત્ર પાણી પૂરતું નથી પરંતુ યોગ્ય હવા-ઉજાસ, જમીનની ગુણવત્તા, ખાતરનું પ્રમાણ અને ઋતુ અનુસાર સંભાળ ખૂબ જ જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ પ્રત્યેક છોડને અલગ રીતે ઉછેરે છે. ઘણા લોકો ગાર્ડનીંગમાં રસ ધરાવતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શનના અભાવે સફળતા મેળવી શકતા નથી. આ ખામી દૂર કરવા નીતાબેન સંપૂર્ણપણે નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. તેઓ લોકોના અઘરા-અટપટા પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવી માર્ગદર્શન આપે છે અને પ્રાયોગિક રીતે પણ સમજાવે છે કે કેવી રીતે ઓછી જગ્યા અને ઓછા ખર્ચમાં સુંદર કિચન ગાર્ડન ઉભું કરી શકાય.
તેમના માર્ગદર્શનની સૌથી ખાસ બાબત એ છે કે તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક અને ઘરગથ્થુ ઉપાયો પર ભાર મૂકે છે. ખાતર બનાવવા માટે તેઓ શાકભાજી અને ફળોની છાલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કોટનના કપડામાં છાલની પોટલી બનાવી તેને પાણીમાં પલાળી, તેમાં ગોળ અને એનજાય ઉમેરવાથી ઉત્તમ લિક્વિડ ખાતર તૈયાર થાય છે. આ ખાતર સંપૂર્ણપણે કુદરતી અને અસરકારક હોય છે. જંતુનાશક દવા માટે પણ તેઓ સરળ અને સસ્તો ઉપાય સૂચવે છે. એલોવીરાના પાન, ખાવાનો સોડા અને લીમડાનું તેલ પાણીમાં મિશ્રિત કરીને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ તૈયાર કરી શકાય છે, જે છોડને નુકસાન પહોંચાડ્યા વગર જીવાતો દૂર કરે છે. બીયારણ માટે પણ નીતાબેન ઘરગથ્થુ વસ્તુઓ પર ભાર મૂકે છે. રાઈ, મેથી, મરચાં, હળદર, આદુ, કોથમીર, લસણ અને અજમો જેવી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેમાંથી ઉત્તમ છોડ ઉગાડી શકાય છે. આ રીતોથી લોકો ખર્ચ વગર જ સ્વસ્છ અને તાજા શાકભાજી મેળવી સ્વસ્થતા જાળવી શકે છે.
પર્યાવરણ પ્રત્યેની તેમની લાગણી માત્ર માર્ગદર્શન પૂરતી મર્યાદિત નથી. તેઓ પોતાના માતા અને સાસુની પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક છોડનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ 2000થી વધુ છોડ લોકોમાં વહેંચી ચૂક્યા છે. આ પહેલ દ્વારા તેઓ સમાજમાં શુદ્ધતા અને સાત્વિકતા સાથે સુંદરતા વધારવાનો સંદેશ આપી રહ્યા છે. નીતાબેન માને છે કે, માનવજીવનની શરૂઆતથી અંત સુધી વૃક્ષોનું મહત્વ અતિ છે. જન્મ સમયે ઘોડિયું હોય કે અંતિમ વિધિમાં અગ્નિસંસ્કાર – બંનેમાં વૃક્ષોનો જ ઉપયોગ થાય છે. આથી દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછા પાંચ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તેમણે પોતાના પરિવારમાં પણ આ સંસ્કાર જાળવી રાખ્યા છે. દીકરીના લગ્ન સમયે તેમણે દીકરીને બે વૃક્ષ ઉછેરવાની સલાહ આપી હતી. આજે તે વૃક્ષો લીમડો અને પીપળો માત્ર પરિવાર માટે નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ ઉપયોગી બની રહ્યા છે.
નીતાબેન રોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન ગાર્ડનીંગમાં રસ ધરાવતા લોકોને નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. કોઈપણ વ્યક્તિ તેમના મોબાઇલ નંબર 72030 18575 પર સંપર્ક કરી શકે છે. આ રીતે નીતાબેન મોદી માત્ર પોતાના ઘરને નહીં પરંતુ સમગ્ર સમાજને સ્વસ્થ્ય બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમની આ પહેલ આજના પર્યાવરણ સંકટના સમયમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે, જે વધુ લોકો માટે માર્ગદર્શક બની શકે છે.

ખાતર, જંતુનાશક દવા અને બિયારણ તૈયાર કરવા માટે ખાસ માર્ગદર્શન

ફર્ટીલાઇઝર (ખાતર) : ઘરમાં જે શાકભાજી અને ફળો આપણે લઇએ છીએ તેની છાલને યોગ્ય રીતે અલગ કરી તેને એક કોટનના કાપડમાં ભરી તેની પોટલી તૈયાર કરવી. તે પોટલીને ત્રણ લિટર પાણીમાં પલાળીને રાખવી. પાણીમાં પાંચ ગ્રામ જેટલો ગોળ ઉમેરવો, બે ચમચી એનજાય નાખવી. આ પોટલીને એક દિવસ માટે પાણીમાં રાખવી ત્યારબાદ તે પાણીને છોડમાં છાટવું. આમ ઝીરો બજેટમાં જ એક શ્રેષ્ઠ ખાતર તૈયાર થઇ જશે.

પેસ્ટીસાઇડ (જંતુનાશક દવા) : ત્રણથી ચાર એલોવીરાના પાન લેવા તેના ઝીણા કટકા કરવા, બે ચમચી ખાવાના સોડા, પાંચથી છ ટીપા લીમડાનું તેલ લઇ એક લિટર પાણીમાં તેમનું મિશ્રણ કરવું પછી તે લિક્વીડ તૈયાર થઇ જશે. આ લિક્વીડને છોડ પર છાંટવું. આમ ઝીરો બજેટમાં જ શ્રેષ્ઠ અને ઓર્ગેનીક જંતુનાશક દવા તૈયાર થઇ જશે.

સીડ (બીયારણ) : રાઇ, મેથી, મરચા, હળદર, આદુ, કોથમરી, લસણની કડી અને અજમાં આ તમામ વસ્તુ ઘરમાંથી જ મળી જાય છે અને તે બિયારણ તરીકે શ્રેષ્ઠ છે. આ તમામ બિયારણના આધારે શ્રેષ્ઠ છોડને ઉછેરી શકાય છે.

ઘરે બેઠાં આરોગ્ય અને માનસિક શાંતિ મેળવવાનો ઉત્તમ ઉપાય છે કિચન ગાર્ડન

કિચન ગાર્ડન બનાવવાનો ઉદ્દેશ આર્થિક લાભ જ નહીં, પણ પોતાના પરિવારને આરોગ્ય અને પોષણ આપવાનો છે. સામાન્ય રીતે લોકો પોતાનાના આંગણામાં ટામેટાં, કોથમીર, મરચાં જેવાં શાકભાજી ઉગાડે છે. અલગ-અલગ હવામાનના હિસાબે અલગ-અલગ શાક ઉગાડવું એ અનેક લોકોનો શોખ હોઈ શકે છે. ઘરેલું મહિલાઓ ફાજલ સમયમાં એક હોબીની જેમ કિચન ગાર્ડન બનાવી શકે છે. આમ તો ગાર્ડનના અનેક ફાયદા છે, જેમ કે ખાલી જમીનનો યોગ્ય ઉપયોગ, વર્ષભર તાજી શાકભાજીની ઉપલબ્ધતા, બજારની તુલનામાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી, પોષણમાં વધારો વગેરે. છોડ રોપવા, કાપણી, સિંચાઈ અને બાગકામનો દરેક સ્તર આપણને ખુશી અને સમયના યોગ્ય ઉપયોગની રીત શીખવે છે. ગાર્ડનીંગ કે બાગકામ આપણા માનસિક આરોગ્ય માટે ખૂબ જરૂરી છે, આ મેડિટેશનનો જ એક પ્રકાર છે.

You Might Also Like

મવડીમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનઃ 9 કરોડની જમીન દબાણમુક્ત

રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ

ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો

શહેરની વિવિધ આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા
Next Article ભારતને ‘નર્ક’ કહેતા અમેરિકી માનસિકતા સામે સવાલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ
ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો
મવડીમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનઃ 9 કરોડની જમીન દબાણમુક્ત
ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મવડીમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનઃ 9 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?