એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ભરતી, આઉટસોર્સિંગનો વિરોધ સહિતની માંગને લઈને 25 અને 26 મે ના રોજ બે દિવસીય હડતાળનું એલાન
યુનિયન દ્વારા માત્ર હડતાળ જ નહીં, પરંતુ દેખાવો, ધરણાં અને કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજીને વિરોધ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જઇઈં) ના ગ્રાહકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા ગાર્ડની અછત અને આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આગામી 25 અને 26 મેના રોજ બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળને કારણે અને અગાઉ શનિ-રવિની રજા હોવાથી સતત ચાર દિવસ બેંક બંધ રહેવાની હોવાથી નાણાકીય વ્યવહારો પર મોટી અસર પડશે.
યુનિયનના જણાવ્યા મુજબ, 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવારની જાહેર રજા છે, ત્યારબાદ 25 અને 26 મેના રોજ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. આમ, સતત ચાર દિવસ સુધી બેંકિંગ કામકાજ ખોરવાઈ જવાની ભીતિ છે. આ સ્થિતિને જોતા ગ્રાહકોને તેમના જરૂરી નાણાકીય વ્યવહારો 23 મે પૂર્વે જ પૂરા કરી લેવા અનુરોધ કરાયો છે.
જોકે, આ હડતાળમાં બેંકના અધિકારીઓ સામેલ નથી, પરંતુ કર્મચારીઓની ગેરહાજરીમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે અને કરોડો રૂપિયાના ક્લિયરિંગ અટકી શકે છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સુરક્ષા ગાર્ડ અને મેસેન્જરની તાત્કાલિક નવી ભરતી કરવી, બેંકિંગ કાર્યોમાં આઉટસોર્સિંગ પ્રક્રિયા બંધ કરવી અને 2019 પછી ભરતી થયેલા સ્ટાફ માટે ‘ઈન્ટર સર્કલ ટ્રાન્સફર’ શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગ્રાહકોને અન્ય પ્રોડક્ટ્સ પધરાવવાના નામે થતું ‘મિસ સેલિંગ’ બંધ કરવા અને સુરતમાં થયેલી લૂંટ જેવી ઘટનાઓ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની પણ માંગ કરવામાં આવી છે. હડતાળને સફળ બનાવવા માટે યુનિયન દ્વારા સોશિયલ મીડિયા અભિયાન, દેખાવો અને કેન્ડલ માર્ચ જેવા વિરોધ પ્રદર્શનો પણ યોજવામાં આવશે.
આ છે કર્મચારીઓની મુખ્ય માગણીઓ
- Advertisement -
સુરક્ષા ગાર્ડ અને મેસેન્જરની તાત્કાલિક ભરતી કરવી
બેન્કિંગ કાર્યોમાં આઉટસોર્સિંગ પ્રક્રિયા બંધ કરવી
2019 પછી ભરતી થયેલા સ્ટાફ માટે ‘ઈન્ટર સર્કલ ટ્રાન્સફર’ શરૂ કરવી
ગઙજ કર્મચારીઓને ફંડ મેનેજર બદલવાની છૂટ આપવી
ગ્રાહકોને અન્ય પ્રોડક્ટ્સ પધરાવવાના નામે થતું ‘મિસ સેલિંગ’ બંધ કરવું
સુરતમાં થયેલી લૂંટ જેવી ઘટના રોકવા ગાર્ડની અછત દૂર કરવી



