સરકાર બનાવવા પર કોકડું ગૂંચવાયું: TVKના વિરોધમાં અનેકની અટકાયત, જો DMK-AIADMK ગઠબંધન કરશે તો થલાપતિ વિજયના બધા ધારાસભ્યો રાજીનામું આપશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ઝટઊં)ની સરકાર બનવા પર સસ્પેન્સ યથાવત છે. આ દરમિયાન ઉખઊં અને અઈંઅઉખઊં વચ્ચે ગઠબંધન થવાના સમાચાર છે. આના પર ઝટઊંએ કહ્યું કે જો બંને દ્રવિડ પાર્ટીઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો પ્રયાસ કરશે, તો પાર્ટીના તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે. ઝટઊંને હવે શંકા છે કે બંને પાર્ટીઓ સૌથી વધુ જનસમર્થન મેળવનાર પાર્ટીને સત્તામાંથી બહાર કરવા માગે છે. સૂત્રો અનુસાર, આ નિર્ણય ઉખઊં-અઈંઅઉખઊં જૂથોની છેલ્લા બે દિવસમાં થયેલી બે બેઠકો પછી લેવામાં આવ્યો. આ દરમિયાન ઝટઊં સમર્થકોએ શુક્રવારે સવારે ગવર્નર હાઉસ (લોકભવન) સામે પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે ઘણા સમર્થકોને કસ્ટડીમાં લીધા છે. રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે ગુરુવારે બીજી વખત ઝટઊં પ્રમુખ વિજયના સરકાર બનાવવાની દાવેદારીને ફગાવી દીધી હતી. તેમને કહ્યું કે તેઓ બહુમતી સાબિત કરવા માટે 118 ધારાસભ્યોની સહીઓ લઈને જ પાછા ફરે. જોકે, રાજ્યપાલે વિજયને ખાતરી આપી છે કે તેઓ અન્ય કોઈ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે નહીં. તમિલનાડુ કોંગ્રેસે શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્ર્વનાથ આર્લેકર વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઝટઊં સૌથી મોટી પાર્ટી બની છે. આમ છતાં રાજ્યપાલે પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો. ચેન્નઈના અન્ના સલાઈમાં પ્રદર્શનનું નેતૃત્વ કરતા, અઈંઈઈના તમિલનાડુ ઇન્ચાર્જ ગિરીશ ચોડનકર અને ઝગઈઈ પ્રમુખ કે. સેલ્વાપેરુન્થગાઈએ રાજભવન પર ઇઉંઙના નેતૃત્વ હેઠળના કેન્દ્રની “કઠપૂતળી” જેમ કામ કરવાનો અને લોકતાંત્રિક નિયમો તોડવાનો આરોપ લગાવ્યો. વિરોધ સ્થળે પત્રકારો સાથે વાત કરતા, ચોડનકરે સરકાર બનાવવામાં રાજ્યપાલના વિલંબ પર આકરા પ્રહારો કર્યા. ચોડનકરે આરોપ લગાવ્યો કે, રાજ્યપાલનું એક મિશન છે, પરંતુ તેઓ (કેન્દ્રીય ગૃહમંત્રી) અમિત શાહની પાછળ ચાલી રહ્યા છે. આ જ તેમની સમસ્યા છે.
ઝટઊંના માયલાપુરથી નવનિર્વાચિત ધારાસભ્ય પી. વેંકટરામનને દાવો કર્યો છે કે તેમની પાર્ટી જલ્દી સરકાર બનાવશે. તેમણે કહ્યું કે પાર્ટી પાસે બહુમતીનો આંકડો પાર કરવા માટે જરૂરી સમર્થન ઉપલબ્ધ છે. વેંકટરામનને શુક્રવારે કહ્યું કે ઝટઊં સરકાર બનાવવાને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત છે. જલ્દી જ સરકાર ગઠનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.



