By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    10 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    10 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    10 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    11 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    11 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    10 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    8 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor
Last updated: 2026/05/04 at 3:49 PM
Khaskhabar Editor 2 months ago
Share
9 Min Read
SHARE

દેશના પાંચ રાજ્યોમાં સત્તાના બદલાતાં સમીકરણો

દેશની પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે માત્ર આંકડાઓનો ખેલ નથી રહી, પરંતુ ભારતના રાજકીય મૂડમાં થતા મોટા ફેરફારોનું પ્રતિબિંબ બની રહી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ટ્રેન્ડ્સ જોતા પ્રથમ નજરે જે વાત સ્પષ્ટ થાય છે તે એ છે કે ક્યાંક સત્તા વિરુદ્ધ અસંતોષ છે, ક્યાંક નવા વિકલ્પો ઊભા થઈ રહ્યા છે અને ક્યાંક મતદારો ફરીથી જૂની સરકારને જ મજબૂતી આપી રહ્યા છે. દરેક રાજ્યનું ચિત્ર અલગ છે, અને એ જ આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવે છે.
પશ્ચિમ બંગાળમાં હાલ જે દૃશ્ય દેખાઈ રહ્યું છે તે ભારતીય રાજનીતિના સૌથી મોટા ઉલટફેર તરફ સંકેત આપે છે. દાયકાઓ સુધી જે બંગાળ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસનો અજેય કિલ્લો ગણાતું હતું, ત્યાં આજે ભાજપે ગાબડું પાડ્યું છે.
અહીં ભાજપ 191ની આસપાસ સીટો પર આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ લગભગ 96 સીટ પર સીમિત રહી છે. આ માત્ર સીટનો ઘટાડો નથી, પરંતુ મમતાના રાજકીય પ્રભાવ પર સીધો પડકાર છે. છતાં ભવાનીપુર જેવી સીટ પર મમતા બેનર્જી આગળ છે, જે બતાવે છે કે વ્યક્તિગત કરિશ્મા હજુ યથાવત છે. ભાજપે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને સરહદી અને આદિવાસી વિસ્તારોમાં મજબૂત ઘૂસણખોરી કરી છે. તૃણમૂલના ઘણા સ્થાનિક નેતાઓએ પક્ષ બદલી ભાજપમાં જોડાયા તેનો સીધો લાભ ભાજપને મળતો દેખાય છે. બીજી તરફ તૃણમૂલ માટે એન્ટી-ઇન્કમ્બન્સી અને શાસન વિરુદ્ધ અસંતોષ મુખ્ય કારણ બની રહ્યું છે. જો આ ટ્રેન્ડ્સ યથાવત રહે તો બંગાળમાં દાયકાઓ પછી સત્તા પરિવર્તનનો ઇતિહાસ લખાઈ શકે છે.
તમિલનાડુમાં ચિત્ર સંપૂર્ણપણે જુદું છે અને અહીં સૌથી મોટો રાજકીય સંદેશ ‘ટીવીકે’ના અચાનક ઉછાળામાં છુપાયેલો છે. લગભગ 110 સીટો પર આગળ રહેલી ટીવીકે એ રાજ્યની પરંપરાગત ડીએમકે અને એઆઈએડીએમકે જેવી બે મોટી પાર્ટીઓને સીધો પડકાર આપ્યો છે. ડીએમકે લગભગ 50ની આસપાસ અને એઆઈએડીએમકે 70ની આસપાસ અટવાઈ ગઈ છે. આ પરિણામ દર્શાવે છે કે દાયકાઓથી ચાલતી દ્વિપક્ષીય રાજનીતિ સામે લોકો હવે વિકલ્પ શોધી રહ્યા છે. યુવાનોમાં અસંતોષ, રોજગારી અને સ્થાનિક મુદ્દાઓ પર વધતી ચિંતા તેમજ નેતૃત્વ પ્રત્યેનો થાક-આ બધું ટીવીકેના પક્ષમાં ગયું છે. ખાસ કરીને શહેર અને અર્ધશહેરી વિસ્તારોમાં ટીવીકેને મળતો પ્રતિસાદ આ નવી રાજકીય લહેરને મજબૂત બનાવે છે. જો આ ટ્રેન્ડ્સ અંત સુધી ટકી રહે તો તમિલનાડુમાં રાજકારણની આખી સમીકરણ બદલાઈ શકે છે. આ સંદર્ભમાં ટીવીકે એટલે કે ઝફળશહફલફ ટયિિંંશિ ઊંફુવફલફળનો થોડો પરિચય મહત્વનો બને છે. આ પાર્ટી લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેતા વિજય (થલપતિ વિજય) દ્વારા સ્થાપિત નવી રાજકીય પાર્ટી છે. વર્ષો સુધી તેમના ચાહકવર્ગ, ફેન ક્લબ નેટવર્ક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા વિજયે ગ્રાઉન્ડ પર મજબૂત આધાર બનાવ્યો હતો, જેને હવે રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
વિજયની લોકપ્રિયતા માત્ર ફિલ્મો સુધી મર્યાદિત નથી; યુવાનોમાં તેમની અસર એક ‘મૂવમેન્ટ’ જેવી છે. તેઓ લાંબા સમયથી શિક્ષણ, સામાજિક ન્યાય, ભ્રષ્ટાચાર વિરોધ અને ગરીબી જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે. આ જ કારણે ટીવીકેનો ઉછાળો માત્ર સ્ટાર પાવર પર આધારિત નથી, પરંતુ વાસ્તવિક અસંતોષ અને બદલાવની માંગ સાથે જોડાયેલો દેખાય છે. મહત્વનું એ પણ છે કે ટીવીકે પોતાને પરંપરાગત અર્થમાં ન તો ડાબેરી તરીકે રજૂ કરે છે અને ન જમણેરી તરીકે-તે વધુ વ્યવહારિક, મુદ્દા આધારિત રાજકારણ પર ભાર મૂકે છે, જ્યાં રોજગારી, શિક્ષણ, સ્થાનિક વિકાસ અને ગવર્નન્સ જેવા પ્રશ્ર્નો કેન્દ્રમાં રાખવામાં આવે છે.

- Advertisement -

તમિલનાડુની દ્વિપક્ષીય રાજનીતિમાં અભિનેતા વિજયની પાર્ટી ‘TVK’એ મોટું ગાબડું પાડ્યું 

કોંગ્રેસ હવે DMKને છોડીને ટીવીકે (TVL)ને સમર્થન આપવા તૈયાર હોવાના સંકેતો, જે રાજ્યમાં નવી સરકારની રચનામાં નિર્ણાયક બનશે

નવા પક્ષ તરીકે ટીવીકેનું આટલું જોરદાર પ્રદર્શન એ પણ બતાવે છે કે તમિલનાડુમાં પરંપરાગત રાજકીય માળખા સામે હવે પડકાર છે. ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે વર્ષોથી ચાલતી આવનજાવન વચ્ચે હવે ત્રીજો વિકલ્પ ગંભીરતાથી ઉભો થયો છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાનો અને શહેરી મધ્યવર્ગમાં ટીવીકેને મળતો ટેકો એ દર્શાવે છે કે લોકો હવે વ્યક્તિ-કેન્દ્રિત અને મુદ્દા આધારિત રાજકારણ તરફ વળી રહ્યા છે.
જો આ લહેર યથાવત્ રહે, તો તે માત્ર સીટોની જીત પૂરતી નહીં રહે, પરંતુ રાજ્યની રાજકીય દિશા જ બદલાવી શકે-જ્યાં નવી પેઢી પોતાનો રાજકીય અવાજ વધુ સ્પષ્ટ રીતે રજૂ કરતી જોવા મળશે.
તમિલનાડુમાં ભાજપ એઆઈએડીએમકે સાથે ગઠબંધનમાં હોવા છતાં રાજ્યમાં તેની સ્થિતિ મર્યાદિત જ દેખાઈ રહી છે. ડ્રવિડિયન રાજનીતિનો ઊંડો પ્રભાવ અને પ્રાદેશિક ઓળખના મુદ્દાઓને કારણે ભાજપને સ્વતંત્ર રીતે વ્યાપક સ્વીકાર મળવામાં મુશ્કેલી પડે છે. એઆઈએડીએમકેની આંતરિક ગૂંચવણો અને કમજોર નેતૃત્વ પણ ગઠબંધનને પૂરતું વજન આપી શકતું નથી. ઉપરથી ટીવીકેના ઝડપી ઉછાળાએ ભાજપ માટે રાજકીય જગ્યા વધુ સંકુચિત બનાવી દીધી છે. આ લખાય છે ત્યારે, તમિલનાડુમાં હાલનો સૌથી મોટો રાજકીય વળાંક એ છે કે કોંગ્રેસ હવે પોતાના જૂના સાથી ડીએમકેને છોડીને ટીવીકેને સપોર્ટ આપવા તૈયાર દેખાઈ રહી છે. ટીવીકે પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે, તેથી કોંગ્રેસનો સપોર્ટ તેને સરકાર બનાવવાની રેસમાં વધુ આગળ ધપાવી શકે છે. આ પગલું ડીએમકે માટે ઝટકો છે, કારણ કે તેની પરંપરાગત વોટબેંકમાં સીધી અસર પડશે. સાથે સાથે વિરોધી મત વધુ એકજૂટ થતા એઆઈએડીએમકે માટે પણ પરિસ્થિતિ કઠિન બની શકે છે. કુલ મળીને, તમિલનાડુમાં ગઠબંધન રાજનીતિનું આખું સમીકરણ બદલાતું દેખાઈ રહ્યું છે.
અસમમાં ચિત્ર લગભગ એકતરફી બની ગયું છે. 126માંથી લગભગ 99 સીટો પર ભાજપ ગઠબંધન આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 25 આસપાસ સીમિત રહી છે. અહીં મતદારોનો મંડેટ સ્પષ્ટ દેખાય છે. હિમંત બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ પર ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે. બીજી તરફ કોંગ્રેસ સંગઠન અને નેતૃત્વ બંને સ્તરે નબળી પડી છે. અસમમાં ઓળખની રાજનીતિ અને રાષ્ટ્રીય મુદ્દાઓ વચ્ચે ભાજપે સારો સંતુલન જાળવી રાખ્યો છે, જે તેને સ્પષ્ટ બહુમતી તરફ લઈ જઈ રહ્યો છે. અહીં કોઈ અચાનક ફેરફાર સિવાય ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવી પડે.
કેરળમાં ફરી એકવાર એ જ પરંપરાગત રાજકીય ચિત્ર સ્પષ્ટ બનતું જાય છે, જ્યાં મુખ્ય ટક્કર એલડીએફ અને યુડીએફ વચ્ચે જ સીમિત રહેતી જોવા મળે છે. હાલની મતગણતરી મુજબ યુડીએફ લગભગ 93થી વધુ સીટો પર આગળ છે, જ્યારે એલડીએફ 42 આસપાસ સીમિત રહેતું જણાય છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સત્તા માટેની સ્પર્ધા હજુ પણ દ્વિપક્ષીય સ્વરૂપમાં જ ગોઠવાયેલી છે, જ્યાં ત્રીજી શક્તિ તરીકે ભાજપનો પ્રભાવ બહુ મર્યાદિત છે.
આ પરિસ્થિતિમાં કોંગ્રેસની ભૂમિકા વિશેષ રીતે નોંધપાત્ર બને છે. રાષ્ટ્રીય સ્તરે સતત પડકારોનો સામનો કરતી કોંગ્રેસ માટે કેરળ એ એવું એકમાત્ર રાજ્ય બની રહ્યું છે, જ્યાં તે હજુ પણ મજબૂત અને સ્પર્ધાત્મક સ્થિતિમાં દેખાય છે. યુડીએફનું નેતૃત્વ કરતી કોંગ્રેસે અહીં પોતાની સંગઠનશક્તિ, પરંપરાગત મતબેંક અને સ્થાનિક નેતૃત્વના આધારે પ્રભાવ જાળવી રાખ્યો છે. ખાસ કરીને મધ્યવર્ગ, અલ્પસંખ્યક અને ગ્રામિણ વિસ્તારોમાં કોંગ્રેસનો આધાર હજુ મજબૂત દેખાય છે, જે તેને આટલી મોટી લીડ મેળવવામાં મદદરૂપ બને છે.
બીજી તરફ, એલડીએફ-જેનું નેતૃત્વ ડાબેરી પક્ષો પાસે છે-એ પોતાના શાસન દરમિયાન કલ્યાણકારી યોજનાઓ, જાહેર સેવાઓમાં સુધારા અને મજબૂત કેડર આધારિત માળખાના આધારે મતદારોનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં, આ વખતની લીડ બતાવે છે કે યુડીએફે વધુ અસરકારક રીતે મતદારો સુધી પહોંચ સાધી છે.
ભાજપ માટે કેરળ હજુ પણ એક મુશ્કેલ ભૂમિ સાબિત થઈ રહી છે. માત્ર 3 સીટ સુધી સીમિત રહેવું એ દર્શાવે છે કે રાજ્યની સામાજિક રચના, ધાર્મિક અને જાતિ આધારિત સંતુલન, તેમજ વિચારધારાત્મક રાજકારણ-આ બધું ભાજપ માટે મોટા પડકારરૂપ છે. ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે હજુ સુધી મુખ્ય ખેલાડી તરીકે ઊભરી શક્યું નથી.
કુલ મળીને જોવામાં આવે તો કેરળમાં કોંગ્રેસ માટે આ પરિણામ એક મહત્વપૂર્ણ સંકેત છે-કે રાષ્ટ્રીય સ્તરે ભલે તે નબળી પડી રહી હોય, પરંતુ અહીં તે હજુ પણ સત્તા સુધી પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહી છે.
પુડુચેરીમાં સ્થિતિ થોડી અલગ છે. અહીં ભાજપ ગઠબંધન લગભગ 14 સીટ પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 6 આસપાસ છે અને અન્ય પક્ષો 4 સીટ પર છે. આ દર્શાવે છે કે ભાજપ અહીં મજબૂત બની રહ્યું છે, પરંતુ સંપૂર્ણ બહુમતી માટે તેને ગઠબંધન પર નિર્ભર રહેવું પડી શકે છે. નાના રાજ્યમાં સ્થાનિક મુદ્દાઓ અને વ્યક્તિગત પ્રભાવ વધુ અસરકારક રહે છે, જે અહીં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
Next Article દ્વારકાના પેટાળમાંથી મળ્યાં બંદર અને આંતરરાષ્ટ્રીય વેપારના અવશેષો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?