બારામતીમાં અજિત પવારના પત્ની સુનેત્રા આગળ, 5 રાજ્યોની 7 બેઠકો પર મત ગણતરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશના પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપે નાગાલેન્ડ અને ત્રિપુરામાં એક-એક બેઠક જીતી છે. નાગાલેન્ડમાં ભાજપના ઉમેદવાર જાહર ચક્રવર્તીએ જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપના ઉમેદવાર ડાઓચિયર આઈ.ઇમચેને કોંગ્રેસને હરાવી છે.
કર્ણાટકની બંને બેઠકો- બાગલકોટ અને દાવણગેરે સાઉથ પર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર સુનેત્રા પવાર આગળ છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. 28 જાન્યુઆરી 2026ના રોજ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું.
કર્ણાટકમાં બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી, નાગાલેન્ડમાં કોરીદાંગ, ત્રિપુરામાં ધર્મનગર અને ગુજરાતના ઉમરેઠ બેઠક પર મતગણતરી ચાલી રહી છે.
કર્ણાટકની બે બેઠકો, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પર 9 એપ્રિલે મતદાન થયું હતું. ગુજરાતની લીમખેડા અને મહારાષ્ટ્રની બારામતી અને રાહુરી બેઠક પર 23 એપ્રિલે મતદાન થયું હતું.
7 માંથી 4 બેઠકો પર ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મહારાષ્ટ્રની એક બેઠક ગઈઙ પાસે હતી. કર્ણાટકની બંને બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી.
આ 7 બેઠકો ત્યાંના પૂર્વ ધારાસભ્યોના નિધનને કારણે ખાલી પડી હતી. આમાં સૌથી ચર્ચિત બેઠક બારામતી છે, જ્યાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ધારાસભ્ય હતા.
ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. આ સાથે, પાર્ટી પાસે કુલ સાતમાંથી ત્રણ બેઠકો છે.
ઉમરેઠમાં મુખ્ય મુકાબલો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજ સિંહ ચૌહાણ વચ્ચે હતો. ગણતરીની શરૂઆતથી જ હર્ષદ પરમાર આગળ હતા.
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના રાહુરી મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર અક્ષય કાર્ડિલે 12મા રાઉન્ડ પછી નોંધપાત્ર લીડ મેળવી છે.
તેઓ 50,273 મતથી આગળ છે, જેના કારણે મુકાબલો લગભગ એકતરફી લાગે છે. શરૂઆતના રાઉન્ડથી જ કાર્ડિલે પોતાની લીડ જાળવી રાખી છે.
શરદ પવાર જૂથના ઉમેદવારો ઘણા પાછળ રહી ગયા છે. હાલના વલણો સૂચવે છે કે ભાજપનો વિજય લગભગ નિશ્ચિત છે.



