ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભક્તોની અતૂટ શ્રદ્ધાના કેન્દ્ર અને રાજકોટવાસીઓના દુ:ખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં (ભૂપેન્દ્ર રોડ) નિત્ય-નૂતન ભક્તિના દર્શન થાય છે. આજરોજ તા. 14/04/2026 ના પાવન દિવસે દાદાને વિવિધ ચલણી નોટોના અત્યંત આકર્ષક અને મનોહર હાર અર્પણ કરી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોના સમર્પણ ભાવથી સજાવવામાં આવેલા આ હારથી દાદાનું સ્વરૂપ અત્યંત અલોકિક અને મનમોહક ભાસી રહ્યું હતું.
આ દિવ્ય શણગાર મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
આ અદભુત શણગાર નિહાળીને દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. બહોળી સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તોએ ’જય બાલાજી’ ના નાદ સાથે આ મનોરમ્ય દર્શનનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી. દાદાના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરવા માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.



