યુકેમાં ઓનલાઇન સુરક્ષાના નવા પ્રસ્તાવ
૧૮ વર્ષથી ઓછી ઉંમરના AI ચેટબોટ યુઝર્સ માટે નિયમિત બ્રેક લેવાની વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ
ઓટોપ્લે અને ફીડ બતાવનારા ફીચર પણ બંધ : ટ્રાયલમાં મળ્યાં સારા પરિણામો
બ્રિટનની કીર સ્ટાર્મર સરકારે કિશોરોને ઓનલાઈન લત, સાયબર છેતરપિંડી અને ઈન્ટરનેટથી થતાં નુકસાનથી બચાવવા માટે નવા સુરક્ષા ઉપાયોની જાહેરાત કરી છે. પ્રસ્તાવ અંતર્ગત ૧૬ અને ૧૭ વર્ષનાં કિશોરો માટે ટિકટોક સહિત સોશિયલ મીડિયા એપ્સ પર રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ડિફોલ્ટ કરફ્યુ રહેશે. આ રોક આપમેળે લાગું થશે, પરંતુ તે અનિવાર્ય નહીં હોય અને યુઝર્સ ઈચ્છે તો થોડી ક્લિક્સમાં તેને હટાવી શકશે. આ પગલું ગયા મહિને ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે ટિકટોક, સ્નેપચેટ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર જાહેર કરાયેલાં પ્રતિબંધોનો વિસ્તાર છે. યુકેનાં ટેકનોલોજી મંત્રી લિઝ કેન્ડલે જણાવ્યું કે કઈ એપ્સ પર આ વ્યવસ્થા લાગું થશે, તેની અંતિમ યાદી હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, એક વીડિયો પૂરો થતાં જ બીજો વીડિયો આપોઆપ ચાલવા લાગવો (ઓટોપ્લે) અને સતત પસંદગી મુજબની સામગ્રી દર્શાવતી ફીડ જેવા ફીચર ડિફોલ્ટ રૂપથી બંધ રહેશે. યુઝર્સ ઈચ્છે તો આને ચાલું પણ કરી શકશે. સરકારનું કહેવું છે કે આનાથી કિશોરોને સારી ઊંઘ મળશે, અભ્યાસ પર ધ્યાન વધશે અને પરિવાર તથા મિત્રો સાથે વધુ સમય વિતાવવાની તક મળશે. ટ્રાયલમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ટિકટોક, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને રેડિટ પર રોક લગાવવાથી ઊંઘ, અભ્યાસમાં એકાગ્રતા અને તણાવમાં સુધારો જોવા ટીમ્સ, વોટ્સએપ અને આઈમરસેજનો મળ્યો હતો. યુટયુબ, ગૂગલ કલાસા, ઉપયોગ ચાલું રહ્યો હતો. કેટલાક કિશોરોએ મિત્રોથી અલગ થવાથી અનુભવ્યું હતું. બાળકોની ઓનલાઈન શરૂઆતનાં દિવસોમાં ચીડિયાપણું રોઝ ફાઉન્ડેશને જણાવ્યું કે આ પગલાં સુરક્ષા માટે અભિયાન ચલાવનારી મોલી પૂરતાં નથી.




