12 શખ્સ વિરુદ્ધ ગુનો એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો, અન્ય શખ્સની તપાસ ચલાવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
- Advertisement -
વાંકાનેરના સતાપરથી અદેપર જવાના રોડ પરથી પોલીસે 475 એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને વાહન સહીત 3.18 લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય 11 ઇસમોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એસઓજીમાં ફરજ બજાવતા મુકેશભાઈ જોગરાજીયાએ આરોપીઓ રમેશ ગોરધન ખોજીરજી રહે રાજકોટ, ચોથાભાઇ વાલાભાઈ ગોરિયા અને સામાભાઈ રહે બંને સતાપર તા. વાંકાનેર, શોર્ટ ફાયરર અજાણ્યો માણસ, બોલેરો જીજે 03 બીવાય 9933 નો ડ્રાઈવર અને અજાણ્યા સાત ઈસમો એમ કુલ 12 આરોપીઓ વિરુદ્ધ એક્સપ્લોઝીવ એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સતાપરથી અદેપર જતા રોડ પર શક્તિધાર દળદળીયા હોક્ળા પાસે સર્વે નં 111 પૈકી 12 ની સરકારી ખરાબાની જમીનમાં કોઈ જાતની લીજ કે આધાર વગર ગેરકાયદે મંડળી રચીને ડેન્જર એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીક નંગ 475 કીમત રૂ 1,05,450 ગેરકાયદે રીતે આરોપી રમેશ ખોજીરજીએ પોતાના કબજામાં રાખી સરકારી જમીનમાં 98 જેટલા બોર કરી જે પૈકી 23 બોરમાં બોલેરો ગાડીમાં એક્સપ્લોઝીવ લાવી ઇલેક્ટ્રિક ડીટોનેટર સાથે બાંધી બોરમાં આશરે 255 કિલોગ્રામ જેટલો એક્સપ્લોઝીવ પદાર્થ પ્લાન્ટ કરી રાહદારી માણસો, માલધારીઓ અને તેના પાલતું પશુઓની જિંદગી જોખમાય તે રીતે કોઈપણ મંજુરી વિના સરકારી ખરાબામાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા
પોલીસે સ્થળ પરથી જીલેટીન સ્ટીક નંગ 475 કીમત રૂ 1,05,450 તેમજ ઈલેક્ટ્રોનિક ડીટોનેટર 75 નંગ કીમત રૂ 3750 તેમજ ઝકઉ વાયર નંગ 88 કીમત રૂ 4400, પાવડા નંગ 03, પ્લાસ્ટિક કોથળી નંગ 23, મોબાઈલ 1 કીમત રૂ 5000 અને બોલેરો ગાડી કીમત રૂ 2 લાખ સહીત કુલ રૂ 3,18,750 નો મુદામાલ જપ્ત કરી આરોપી રમેશ ગોરધનદાસ ખોજીરજીને ઝડપી લીધો છે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે



