By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    4 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    4 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    5 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    5 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    5 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    5 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર
Author

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

Khaskhabar Editor
Last updated: 2026/04/06 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’: અટલજીની એ ભવિષ્યવાણી સાચી પડી

6 એપ્રિલ 1980ના રોજ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં થયેલી સ્થાપના, આજે 11 કરોડથી વધુ સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની

- Advertisement -

2024માં સતત ત્રીજી વખત સત્તામાં વાપસી, 23.60 કરોડ મતો સાથે જનતાએ મૂક્યો અતૂટ ભરોસો, 20 જેટલાં રાજ્યોમાં ભાજપનું શાસન સ્થપાયું

ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોએ એક અભૂતપૂર્વ અને સુવર્ણ ઈતિહાસ રચ્યો છે. દેશના રાજકીય ફલક પર કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. 2014, 2019 અને 2024માં ભારતીય જનતા પાર્ટીને મળેલી આ ભવ્ય જીત એ બાબતની પ્રતીતિ કરાવે છે કે દેશની જનતાને ભાજપાની કાર્યશૈલી, પ્રમાણિકતા અને રાષ્ટ્રવાદી વિચારધારા પર અતૂટ ભરોસો છે.
આ જનસમર્થન માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ પર લાગેલી જનતાની મહોર છે.
આ ભવ્ય વટવૃક્ષના બીજ 21 ઓક્ટોબર 1951ના રોજ રોપાયા હતા, જ્યારે ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નેતૃત્વમાં ‘અખિલ ભારતીય જનસંઘ’ની સ્થાપના થઈ હતી. જનસંઘનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને રાજનીતિના કેન્દ્રમાં લાવવાનો હતો. 1975માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા દેશ પર કટોકટી લાદી દીધી, ત્યારે લોકશાહી બચાવવા જનસંઘે પોતાના અસ્તિત્વનો ભોગ આપી ‘જનતા મોરચા’માં વિલીન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. 1977ની ચૂંટણીમાં જનતા મોરચાનો વિજય થયો અને અટલબિહારી બાજપાઈ તેમજ લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા સંભાળ્યા. જોકે, 1979માં જ્યારે વિચારધારા સાથે સમાધાન કરવાની વાત આવી ત્યારે આ નેતાઓએ સત્તાનો ત્યાગ કર્યો.
પરિણામે, 6 એપ્રિલ 1980ના રોજ મુંબઈના સમુદ્ર કિનારે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. પ્રથમ અધિવેશનમાં અટલજીએ કરેલી ભવિષ્યવાણી કે ‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’ આજે સાચી ઠરી રહી છે. શરૂઆતના વર્ષોમાં 1984ની ચૂંટણીમાં ભાજપાને માત્ર બે બેઠકો મળી હતી, જેની સંસદમાં ઠેકડી ઉડાડવામાં આવી હતી. પરંતુ ભાજપાએ હાર માની નહીં અને 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રાએ દેશમાં નવી જાગૃતિ લાવી. 1996માં 13 દિવસ અને 1998માં 13 મહિનાની અસ્થિર સરકારો બાદ 1999માં અટલજીના નેતૃત્વમાં એનડીએની સ્થિર સરકાર બની. આ શાસનકાળમાં પોખરણ પરમાણુ પરીક્ષણ અને કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામેનો વિજય એ ભારતના સામર્થ્યનો પરિચય કરાવ્યો.
2001માં ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્રભાઈ મોદીનો મુખ્યમંત્રી તરીકે ઉદય થયો. તેમણે ગુજરાતમાં જે વિકાસની હરણફાળ ભરી, તેનાથી પ્રભાવિત થઈને 2014માં દેશની જનતાએ તેમને વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા. 2014માં 282 બેઠકો અને 2019માં 300થી વધુ બેઠકો સાથે ભાજપાએ ઇતિહાસ રચ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવામાં આવી. ઉજ્જવલા યોજના, જનધન એકાઉન્ટ અને આયુષ્માન ભારત જેવી યોજનાઓએ ગરીબોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. આર્થિક મોરચે પણ ભારત આજે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે.
ભાજપાની વૈચારિક કટિબદ્ધતાના પરિણામે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ જેવા ઐતિહાસિક કાર્યો પૂર્ણ થયા છે. 11 કરોડથી વધુ સદસ્યો સાથે ભાજપા આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. ભાજપાની આ સફળતા પાછળ કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ છે, જે ‘વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ’ના સૂત્રને સાર્થક કરે છે. 2026 સુધીમાં ભાજપાએ દેશના 20થી વધુ રાજ્યોમાં સત્તા મેળવીને ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના વિઝન સાથે નવી ઊંચાઈઓ સર કરી છે. આ વિકાસયાત્રા હવે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે.
રાષ્ટ્રપ્રથમની વિચારધારા, મજબૂત અને પ્રમાણિક નેતૃત્વ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ એ જ ભાજપાની સફળતાનું અસલી રહસ્ય છે. અટલજીના શબ્દોમાં કહીએ તો, ભાજપા એ માત્ર રાજકીય પક્ષ નથી, પણ રાષ્ટ્ર નિર્માણનું એક પવિત્ર આંદોલન છે.

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા
Next Article ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?