સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એ વિશ્ર્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્ર્વનો 20 ટકા ઓઇલ અને ગેસનો વેપાર શક્ય બને છે: નંદા દેવી જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે
ઈરાક સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધના વાદળ વચ્ચે ગેસ સપ્લાય
- Advertisement -
LPG પુરવઠા અનલોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ’શિવાલિક’ બાદ જામનગરના વાડીનાર પોર્ટ નજીક વિશાળ કઙૠ ટેન્કર ’નંદા દેવી’ આવી પહોંચ્યું છે. વાડીનારથી અંદાજે 10 નોટિકલ માઇલ દૂર જહાજમાંથી ગેસનો જથ્થો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ જહાજના આગમન સાથે જ રાજ્યમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં મોટી રાહત થવાની શક્યતા સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, નંદા દેવી જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે. બે દિવસમાં બે જહાજ કઙૠ ગેસ લઈને ભારત પહોંચ્યા છે. નંદા દેવી કઙૠ કેરિયર જહાજ ગુજરાતના જામનગર ખાતે આવેલ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે. નોંધનીય છેકે, 46 હજાર મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(કઙૠ)થી ભરેલું ભારતીય જહાજ ’શિવાલિક’ સોમવારે (16મી માર્ચ) મુન્દ્રા પોર્ટ સહીસલામત પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી ’સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માંથી પસાર થઈને આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે આવતા દેશમાં રાંધણ ગેસના પુરવઠાની ચિંતા હળવી થઈ છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્વનો 20 ટકા ઓઇલ અને ગેસનો વેપાર શક્ય બને છે.
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યારબાદ તેહરાન દ્વારા અપાયેલી વળતી પ્રહારની ધમકીને કારણે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર જોખમી બની હતી. ઈરાને આ સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજોને ચેતવણી આપી હતી, જેના કારણે વૈશ્વિક ટેન્કર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ’નંદાદેવી’ જહાજના આગમનથી ઘરેલુ ગેસના વિતરણમાં સુધારો થશે અને સંભવિત અછતને દૂર કરવામાં મદદ મળશે.
- Advertisement -
યુદ્ધની તણાવભરી સ્થિતિ હોવા છતાં ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજોને મળી મંજૂરી
યુદ્ધની તણાવ ભરી સ્થિતિ હોવા છતાં ઈરાની સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા ગેસ કેરિયર્સ ’શિવાલિક’ અને ’નંદા દેવી’ને પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ બંને જહાજો કુલ 92,700 મેટ્રિક ટન કઙૠ ભારત લાવી રહ્યા છે. જેમાંથી ’શિવાલિક’ જહાજ સોમવારે મુન્દ્રા પહોંચી ગયું છે, જ્યારે બીજું જહાજ ’નંદા દેવી’ 17મી માર્ચે વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે.
પહેલા કંડલા પોર્ટ પર જવાનું હતું પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી વાડીનાર પહોંચાડ્યું
નંદા દેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું.



