By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    4 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    5 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
આંતરરાષ્ટ્રીય

ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો

Khaskhabar Editor
Last updated: 2026/03/07 at 1:49 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે. જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના ‘સંરક્ષણ કવચ’ માં ગાબડું પાડ્યું છે.

કુવૈત-યુએઈમાં ઈરાને મચાવી તબાહી 

- Advertisement -

ઈરાનની આઈઆરજીસીએ જણાવ્યું હતું કે મોટાપાયે ઓપરેશન ચલાવીને કુવૈત અને યુએઈમાં રડાર સિસ્ટમ, ફ્યુલ સ્ટોરેજ ફેસિલિટી અને રનવે પર મિસાઈલ અને ડ્રોનનો મારો ચલાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. IRGC એ કહ્યું કે અમે નવી જનરેશનની મિસાઈલ અને ડ્રોન વડે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

ઈરાન પર ઈઝરાયલનો પ્રચંડ પ્રહાર: 80 થી વધુ ફાઈટર જેટ્સ ત્રાટક્યા

ઈઝરાયલ વાયુસેનાના 80 થી વધુ ફાઈટર જેટ્સે ઈરાનની રાજધાની તેહરાન અને મધ્ય ઈરાનમાં આવેલા સૈન્ય મથકો પર ભારે હુમલો કર્યો છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાન શાસનના સૈન્ય માળખાને તોડી પાડવાનો હતો.

ક્યાં ક્યાં કર્યા હુમલા? 

- Advertisement -

IRGC ઇમામ હુસૈન મિલિટરી યુનિવર્સિટી: 

આ યુનિવર્સિટીનો ઉપયોગ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના અધિકારીઓની તાલીમ અને સૈન્ય એસેમ્બલી માટે થતો હતો, જેને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

બેલેસ્ટિક મિસાઈલ સ્ટોરેજ: ઈરાનના અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઈલો જ્યાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા તે ડેપો પર હુમલો કરાયો છે.

અંડરગ્રાઉન્ડ મિસાઈલ કમાન્ડ: જમીનની અંદર આવેલા મિસાઈલ કંટ્રોલ સેન્ટરો અને કમાન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવામાં આવ્યું છે.

મિસાઈલ લોન્ચ સાઇટ્સ: પશ્ચિમ અને મધ્ય ઈરાનમાં આવેલા તે લોન્ચિંગ પેડ્સને તોડી પાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે થવાનો હતો.

ઈરાનની મિસાઇલોથી તેલ અવીવનું આકાશ ભરાયું 

‘ઈરાન પર આજની રાત ભારે, સૌથી મોટો હુમલો કરીશું’ : અમેરિકાના નાણા મંત્રીની ધમકી 

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુક્ત હુમલાનો દોર હજુ યથાવત્ છે. ત્યારે ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને વધુ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું કે આજે રાતે ઈરાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરીશું. સચિવ હેગસેથ, જનરલ કેન અને પ્રમુખ ટ્રમ્પે પણ આ વાત કહી હતી. આજે અમેરિકા ઈરાની મિસાઇલ લોન્ચર, મિસાઈલ બનાવતી ફેક્ટરીને ટારગેટ કરવાની તૈયારીમાં છે.

મધ્યપૂર્વમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર મોકલશે અમેરિકા 

અમેરિકાના મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન સૈન્ય મિડલ ઈસ્ટમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલવાની તૈયારીમાં છે. જેનાથી યુદ્ધ વધુ ભડકી શકે છે.

અમેરિકા-ઈઝરાયલને ઈરાનનો ખુલ્લો પડકાર 

બીજી બાજુ ઇરાને અમેરિકા અને ઈઝરાયલને ઓપન ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો ઓઈલ ટેન્કરોને અમેરિકાના યુદ્ધજહાજોની સુરક્ષા હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાંથી પસાર કરી બતાવો.

યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફરી 4.1 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક તર્ક-વિતર્ક

યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)ના અહેવાલ અનુસાર શનિવારે ઈરાનના નટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ક્ષેત્રમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે ફરી એકવાર અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે.

ઓપરેશન એપિક ફ્યુરી : અમેરિકાએ એક અઠવાડિયામાં 3000 ટારગેટ પર હુમલા કર્યા 

અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં દાવો કર્યો છે કે અમે ઈરાનમાં એક અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન 3000થી વધુ ટારગેટ પર હુમલા કર્યા હતા.

રેઝા પહેલવીનો દાવો – ઈરાનના લોકોએ મને નેતૃત્વ કરવા કહ્યું 

ઈરાનના છેલ્લા રાજાના દીકરા અને દેશનિકાલનો સામનો કરી રહેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીએ એક વીડિયો મેસેજમાં દાવો કર્યો હતો કે ઈરાનની પ્રજાએ મને દેશનું નેતૃત્વ કરવા કહ્યું છે. ઈરાનની પ્રજાએ એ જનાદેશ સ્વીકારી લીધો છે જે મને ઈસ્લામિક ગણરાજ્યના પતન બાદ દેશનું નેતૃત્વ કરવા માટે અપાયો હતો. પાંચ દાયકાથી ક્ષેત્રમાં રક્તપાત અને અરાજકતા ફેલાયેલી હતી જે હવે સમાપ્ત થવી જોઇએ.

જોર્ડન: અડધો અબજ ડોલરનું રડાર રાખ થઈ ગયું

જોર્ડનના મુવફ્ફાક સાલ્તી એર બેઝની સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે અમેરિકન  THAAD બેટરીનું અત્યંત આધુનિક AN/TPY-2 રડાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એક રડારની કિંમત અંદાજે અડધો અબજ ડોલર (આશરે 4,000 કરોડ રૂપિયા) છે. તસવીરોમાં રડારની આસપાસ મોટા ખાડા અને કાળો ધુમાડો સ્પષ્ટ દેખાય છે.

સાઉદી અરબમાં સુલતાન એરબેઝ પર મિસાઈલ હુમલાનો ભયાનક દૃશ્ય 

સાઉદી અરેબિયા: પ્રિન્સ સુલતાન એર બેઝ પર ધુમાડાના ગોટા

સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. 1 માર્ચની સેટેલાઇટ તસવીરોમાં રડાર સાઇટ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડ્યો છે.

UAE: રૂવૈસ અને સાદરમાં સચોટ સ્ટ્રાઈક

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રૂવૈસ અને સાદરમાં આવેલી સૈન્ય છાવણીઓ પર પણ હુમલા થયા છે. સેટેલાઇટ એનાલિસિસ મુજબ, THAAD રડાર સ્ટોર કરવા માટે વપરાતા ખાસ વ્હીકલ શેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બંને સ્થળોએ હુમલાની પેટર્ન લગભગ સમાન છે, જે ઈરાનની સચોટ મિસાઈલ ક્ષમતા દર્શાવે છે.

અમેરિકા માટે મોટું સૈન્ય નુકસાન

રક્ષણ નિષ્ણાતોના મતે, આ રડાર સિસ્ટમ THAAD નો સૌથી મહત્વનો હિસ્સો છે. તેના વિના આખી મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ નકામી બની જાય છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા પાસે આવી માત્ર 8 બેટરીઓ છે, જેમાંથી 3 દેશોમાં રડારને નુકસાન થવું એ અમેરિકન સેના માટે બહુ મોટો ઝટકો છે.

You Might Also Like

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
Next Article Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?