2030 કોમનવેલ્થ ગેમ્સ માટે મેગા ટ્રાફિક રિલીફ પ્લાન
ભવિષ્યના ટ્રાફિક ગ્રોથને ધ્યાને રાખી GPR સરવે કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
આગામી વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જુદા-જુદા જંકશન પર ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવા, મલ્ટી જંકશન પર ડબલ હાઈટ થ્રુ એલિવેટેડ કોરીડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચાર વર્ષમાં 18થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરના 35 જેટલા જંકશન પર સર્વે કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ સુધીમાં શહેરમાં નવા ઓવર બ્રિજ અને અંડરપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
શહેરની વધતાં જતાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેથી, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરનાં મુખ્ય રસ્તાઓ પરના જુદા-જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે કરી તેના ફાઇનલ રિપોર્ટ મુજબ સૂચવવામાં આવેલ એલાઈમેન્ટમાં ફલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ જુદા-જુદા 35 જંકશનો પર મેડ સેપરેટર, ફ્લાયઓવર, એલીવેટેડ કોરીડોર અથવા અંડરપાસ બનાવવા બ્રિજની જરૂરીયાત અંગે ફિઝિબિલીટી ચકાસણી માટે જરૂરી ટ્રાફિક સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સટીટયુટ (ઈછછઈં)ની નિમણૂંક કરી ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો છે.
શહેરમાં 25 જેટલા જંક્શનો પર સર્વે થઈ ચૂક્યો છે. જેમાં સેન્ટ્રલ રોડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઈછછઈં) દ્વારા પ્રર્વતમાન ટ્રાફિક ઙઈઞ તથા ભવિષ્યના ટ્રાફિક ગ્રોથ મુજબ બ્રિજ બનાવવા અંગે પ્રાયોરીટી નકકી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે સરળ પરિવહન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું હોવાથી બ્રિજની ડિઝાઇન કરવામાં આવી રહી છે.
ઝડપથી બ્રિજ બને તેના માટે બ્રિજ બનાવવાની કામગીરી પહેલા અન્ડરગ્રાઉન્ડ યુટીલિટી સર્વે કરી તેને પ્રોપર લોકેટ કરી જો શક્ય હોય તો નાની લાઇન શીફટીંગ કરાવા અન્યથા મેઝર લાઈનો શિફટ ન થઈ શકે તેમ હોય તો તે મુજબ બ્રિજના ફાઉન્ડેશનની ડિઝાઈન તૈયાર કરાવી કામગીરી માટે અને બ્રિજની કામગીરી શરૂ કર્યા બાદ અન્ડરગ્રાઉન્ડ યુટીલિટીના કારણે વિલંબ થાય ન થાય તેના માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રીપોર્ટ (ૠઙછ) સર્વે કરવામાં આવશે.



