X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગાઉ Twitter તરીકે ઓળખાતું હતું, તેણે તેની પોલિસીમાં કેટલાક બદલાવ કર્યા છે. આ બદલાવથી રેવન્યૂ-શેરિંગ પ્રોગ્રામમાંથી કેટલાક ક્રિએટર્સને સસ્પેન્ડ કરવાની નવી નીતિ પણ જાહેર કરવામાં આવી છે. હાલમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વોર થઈ રહી છે. આ સમયે ઘણાં ખોટા સમાચાર પણ આવી રહ્યાં છે. ઘણાં વીડિયો AIની મદદથી જનરેટ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં જો લખવામાં નહીં આવ્યું હોય કે એ AIની મદદથી બનાવવામાં આવ્યો છે તો એ વ્યક્તિને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
વારંવાર નિયમ તોડનારને કાયમી રીતે સસ્પેન્ડ
- Advertisement -
આ નવા નિયમ વિશે Xની પ્રોડક્ટ હેડ Nikita Bier દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ મુજબ જો કોઈ ક્રિએટર વારંવાર આ નિયમનો ભંગ કરશે તો તેને ક્રિએટર રેવન્યુ શેરિંગ પ્રોગ્રામમાંથી કાયમી રીતે સસ્પેન્ડ કરવામાં આવશે. આ રેવન્યુ પ્રોગ્રામમાં યુઝર્સને તેમની પોસ્ટ્સ પરથી મળતી જાહેરાતની આવકનો એક હિસ્સો આપવામાં આવે છે. આ નિયમમાં થયેલો બદલાવ હાલ ચાલી રહેલા ઇરાન-ઇઝરાયલ વોરને ધ્યાનમાં રાખીને માહિતીની વિશ્વસનીયતા અંગે ઉઠેલી ચિંતાઓ વચ્ચે કરવામાં આવ્યો છે.
ઇલોન મસ્કે ઓક્ટોબર 2022માં લગભગ 44 અબજ ડોલરમાં Twitter ખરીદ્યા પછી પ્લેટફોર્મના કન્ટેન્ટ મોડરેશનના નિયમો બદલ્યા હતા અને એ વિશે તેની ઘણી ટીકા થઈ હતી. મસ્કની માલિકી બાદ Xએ મોટા ભાગે ખોટી માહિતી સામેના કેટલાક નિયમોને હટાવી દીધા હતા. એટલે કે તેણે સેન્સરશિપ દૂર કરી હતી. જોકે નવી AI પોલિસીને કારણે કંપનીની પોલિસીમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કંપનીના કન્ટેન્ટ મોડરેશનમાં હવે મહત્ત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે.
નિયમોના અમલ માટે એક નવી સિસ્ટમ
- Advertisement -
આ નવા નિયમોનો ભંગ થઈ રહ્યો હોય તો એને ઓળખવા માટે કમ્યુનિટી નોટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે X ક્રાઉડસોર્સ્ડ ફેક્ટ-ચેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આ સાથે જ AI દ્વારા બનાવાયેલા કન્ટેન્ટમાં રહેલા ટેક્નિકલ સિગ્નલ્સ અને મેટાડેટાનો પણ ઉપયોગ કરીને નિયમનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ ચેક કરવામાં આવશે. કંપનીને આશા છે કે આ નિયમો દ્વારા યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓ દરમિયાન પ્લેટફોર્મ પરની ચોક્કસ અને વધુ વિશ્વસનીય માહિતી લોકોને મળી રહે.




