ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ વિશ્ર્વના 5 મોટા નેતાના કુલ ફોલોઅર્સ પણ તેમનાથી ઓછાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ પર પણ 106.5 મિલિયન ફોલોઅર્સ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ સમગ્ર વિશ્ર્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા.
ઇન્સ્ટાગ્રામ પર તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્ર્વના આગામી પાંચ મોટા નેતાના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 11.6 મિલિયન ફોલોઅર્સ છે.
સોશિયલ મીડિયા ડ પર પીએમ મોદીએ 2024માં જ 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો હતો. આ સમયે તેમના ડ પર 106.2 મિલિયન ફોલોઅર્સ છે. આ વડાપ્રધાનના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા છે. આ પછી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, ફેસબુક પર 54 મિલિયન અને વ્હોટ્સએપ પર 11.7 મિલિયન ફોલોઅર્સ છે.



