મોદીએ હોલોકોસ્ટ મેમોરિયલ ખાતે યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી
ઙખ મોદીને સ્પીકર અમીર ઓહાનાએ ઇઝરાયલી સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ એનાયત કર્યું\
- Advertisement -
ઇઝરાયલના રાષ્ટ્રપતિએ કહ્યું- ભારતના વિદ્યાર્થીઓ ભણવા માટે ઇઝરાયલ આવે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
આજે પીએમ નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજો દિવસ છે. પીએમ મોદીએ જેરુસલેમમાં આવેલ હોલોકોસ્ટ મેમોરિયલ ‘યાદ વાશેમ’ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યાદ વાશેમ ખાતે એક વૃક્ષ વાવ્યું. મોદીએ ગેસ્ટ બુકમાં ભારતનો મેસેજ પણ લખ્યો.
જર્મનીમાં નાઝી શાસન દરમિયાન, તાનાશાહ હિટલરે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં મોટા-મોટા કેમ્પમાં લાખો યહૂદીઓને ઝેરી ગેસ દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા. આને હોલોકોસ્ટના નામથી ઓળખવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે હોલોકોસ્ટમાં 60 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. યાદ વાશેમ સ્મારક હોલોકોસ્ટ પીડિતોની યાદમાં બનાવવામાં આવ્યું હતું.
ત્યાર બાદ તેઓ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે મુલાકાત કરી, જ્યાં દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે છે. બપોર પહેલાં વડાપ્રધાન મોદી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને એડવાન્સ ટેક્નિકના ક્ષેત્રમાં ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસના ઇઝરાયલના પ્રવાસે પહોંચ્યા હતા. નેતન્યાહુ અને તેમની પત્ની સારા નેતન્યાહુએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ ઇઝરાયલી સંસદ નેસેટને પણ સંબોધન કર્યું હતું. તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યું હતું. મોદી નેસેટને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા.
ઇઝરાયલી રાષ્ટ્રપતિએ પીએમ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલ કૃષિ અને જળ ક્ષેત્રોમાં કુશળતા ધરાવે છે અને ઇઝરાયલે હંમેશા ભારતનું ખૂબ સન્માન કર્યું છે.



