7 મહિના પહેલા 25 પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (ખઈંઇ)એ મંગળવારે 5 ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (ઘઝઝ) ને બ્લોક કરી દીધા છે. જે પ્લેટફોર્મ પર કાર્યવાહી થઈ તેમાં મૂડએક્સવીઆઈપી, કોયલ પ્લેપ્રો, ડિજી મૂવીપ્લેક્સ, ફીલ અને જુગ્નુનો સમાવેશ થાય છે.
સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક ક્ધટેન્ટ બતાવવામાં આવી રહ્યું હતું. આ ક્ધટેન્ટ આઈટી એક્ટ 2000, આઈટી નિયમ 2021, આઈપીસીની કલમ 292 અને મહિલાઓને ખોટી રીતે દર્શાવવા સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરતું જણાયું હતું.
આ પહેલીવાર નથી જ્યારે સરકારે ઘઝઝ પ્લેટફોર્મને બ્લોક કર્યા હોય. ગયા વર્ષે જુલાઈમાં ઞહહી-અકઝઝ સહિત 25 ઘઝઝ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અકઝઝ એપ એપ્રિલ 2017માં ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે લોન્ચ કરી હતી. જ્યારે ઞકકી એપ ઈંઈંઝ કાનપુરથી ગ્રેજ્યુએટ વિભુ અગ્રવાલે 2018માં બનાવી હતી.
આ પહેલા માર્ચ 2024માં સરકારે અશ્લીલ ક્ધટેન્ટને લઈને 18 ઘઝઝ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે જ 19 વેબસાઈટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ બ્લોક કરી દીધા હતા.
2020ના લોકડાઉન દરમિયાન જ્યારે ઘઝઝ પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ત્યારે અકઝઝ અને ઞહહી એપ જેવા ઘઝઝ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ ક્ધટેન્ટ વધુ પ્રસારિત થવા લાગ્યું.
મીડિયા રિપોર્ટ અનુસાર, જુલાઈ 2020માં એક એડલ્ટ કોમેડી શો માટે સૌથી વધુ સ્ટ્રીમિંગ (1.1 કરોડ) એક દિવસમાં ઓનલાઈન ઘઝઝ પ્લેટફોર્મ ખડ પ્લેયર પર કરવામાં આવ્યું હતું.
આ રિપોર્ટ અનુસાર, અકઝઝની મે 2020ની વ્યુઅરશિપમાં 2019ની સરખામણીમાં 60%નો વધારો થયો. 2020માં તેના માસિક સક્રિય યુઝર્સ પણ 21% વધ્યા. આ ઘઝઝ પર એડલ્ટ ક્ધટેન્ટ વધુ છે.
ઑનલાઈન ક્ધટેન્ટને લઈને સરકારની વર્તમાન ગાઈડલાઈન
ભારત સરકારે 2021માં ‘ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ’ બનાવ્યા હતા. તેને 6 એપ્રિલ, 2023ના રોજ અપડેટ કરવામાં આવ્યું. 30 પાનાની ગાઇડલાઇનમાં સોશિયલ મીડિયા, ફિલ્મ અને વેબ સિરીઝ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે.
પેજ નંબર-28 પર ફિલ્મ, વેબ સિરીઝ અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ માટે જનરલ ગાઇડલાઇન્સ છે. તેમાં ટાર્ગેટ ઓડિયન્સના આધારે કેટેગરી નક્કી કરવી જરૂરી છે. એ ચેતવણી આપવી પણ જરૂરી છે કે તમે કઈ ક્ધટેન્ટ બતાવી રહ્યા છો. ગાઇડલાઇન્સ મુજબ, ઘઝઝ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગ્રીવાન્સ ઓફિસર રાખવા પડશે. ક્ધટેન્ટ કાયદા મુજબ હોવી જોઈએ. તેમાં સેક્સ ન હોય, એન્ટી નેશનલ ન હોય અને બાળકો-મહિલાઓને નુકસાન પહોંચાડનારું ન હોય.



