By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 hours ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    3 hours ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    3 hours ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    3 hours ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    23 minutes ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    3 hours ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    3 hours ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    4 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 hours ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    4 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    4 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    5 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    4 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    6 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > 20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
જુનાગઢ

20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/02/23 at 4:51 PM
Khaskhabar Editor 4 minutes ago
Share
5 Min Read
SHARE

વિવાદિત કીર્તિ પટેલ અંતે જૂનાગઢ પોલીસના સકંજામાં 

14 જેટલા ગુનાઓની હિસ્ટરી ધરાવતી કીર્તિ પટેલ એક દિવસના રિમાન્ડ પર અન્ય ચાર આરોપીઓને ઝડપવા પોલીસ ટીમો જુદી જુદી દિશામાં કામે લાગી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23

સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. જૂનાગઢ પોલીસે ઓપરેશન પાર પાડીને કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ધરપકડ કરી છે. ખંડણી, બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી અને ધાર્મિક લાગણી દુભાવવા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સમગ્ર વિવાદની શરૂઆત મહાશિવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન ભવનાથના મેળામાં થઈ હતી. કીર્તિ પટેલે પ્રતિબંધિત ગણાતા મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇન્દ્રભારતી બાપુએ આ અંગે અધિકારીઓને રજૂઆત કરી કીર્તિ પટેલને કુંડમાંથી બહાર કઢાવી હતી. ત્યારબાદ કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી ફરજમાં રુકાવટ ઉભી કરતા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. આ ઘટનાક્રમ વચ્ચે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો હતો. જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કીર્તિ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા 20 લાખની ખંડણી માંગી હતી. જો આ રકમ આપવામાં ન આવે તો ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો ટેકનોલોજીની મદદથી કીર્તિ પટેલનું લોકેશન ટ્રેસ કરી રહી હતી. જ્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી કે તે ઉદયપુરમાં છે, ત્યારે તાત્કાલિક એક ટીમ મોકલીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવી હતી. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધરપકડ સમયે કીર્તિ પટેલે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું હતું. આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, કીર્તિ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધાયેલ હોવાથી તેને પોતાની જાનનું જોખમ જણાતું હતું. કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેના પર હુમલો ન થાય તેવા સુરક્ષાના કારણોસર તેને મોં ઢાંકવાની સહમતી આપવામાં આવી હતી. આ ગુનામાં માત્ર કીર્તિ પટેલ જ નહીં, પરંતુ અન્ય ચાર શખ્સો પણ સંડોવાયેલા હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે કીર્તિ અત્યાર સુધી ક્યાં છુપાયેલી હતી અને તેને આશરો કોણે આપ્યો હતો. તેની સાથે ખંડણીના કેસમાં અન્ય કયા વ્યક્તિઓ સામેલ હતા અને કોઈ નાણાકીય લેતીદેતી થઈ છે કે કેમ, તે અંગે પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે પ્રભાસ પાટણના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા પણ કીર્તિ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાવવા અંગે ભવનાથ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આમ, ટૂંકા ગાળામાં જ કીર્તિ પટેલ સામે ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાતા પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. હાલમાં કીર્તિ પટેલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસ આ ખંડણી રેકેટના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

રાજ્યભરમાં કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલા 14 ગુનાઓ

- Advertisement -

કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેવા શહેરોમાં અનેક પોલીસ ફરિયાદો નોંધાઈ છે. આ યાદીમાં ગંભીર ઇજા પહોંચાડવી, ખંડણી, ધમકી અને તાજેતરમાં જૂનાગઢમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થયો છે.

1અમરોલી, સુરત 2019, અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી

2પુણા, સુરત 2020, હત્યાનો પ્રયાસ (307) અને જી.પી. એક્ટ મુજબ

3કામરેજ, સુરત ગ્રામ્ય 2020, અપશબ્દો બોલવા અને મોબાઈલ કે અન્ય માધ્યમથી ધમકી આપવી

4સેટેલાઇટ, અમદાવાદ 2022, ગેરકાયદે મંડળી રચવી, હથિયાર વડે ઇજા પહોંચાડવી અને ધમકી

5વસ્ત્રાપુર, અમદાવાદ 2022, જબરદસ્તીથી પૈસા કઢાવવા (ખંડણી), સ્ત્રીની લાજ લેવાનો પ્રયાસ અને બદનક્ષી

6ભેસાણ, જૂનાગઢ 2022, ગેરકાયદે મંડળી રચી હુમલો કરવો અને ધમકી આપવી

7વસ્ત્રાપુર, અમદાવાદ 2023, અપશબ્દો બોલી મારપીટ કરવી અને ધમકી આપવી

8સોલા હાઈકોર્ટ, અમદાવાદ 2023, સોશિયલ મીડિયા દ્વારા બદનક્ષી અને જાનથી મારી નાખવાની ધમકી

9કામરેજ, સુરત શહેર 2023, રાયોટિંગ, જાહેર રસ્તા પર અવરોધ અને શાંતિ ભંગ કરવો

10 કાપોદ્રા, સુરત 2024, ગુનાહિત કાવતરું, ખંડણી અને આઈ.ટી. એક્ટની કલમો

11લસકાણા, સુરત 2025, આઈ.ટી. એક્ટ અને બી.એન.એસ. હેઠળ નોંધાયેલ ગુનો

12ભવનાથ, જૂનાગઢ 2026, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલો

13ભવનાથ, જૂનાગઢ 2026, ધાર્મિક લાગણી દુભાવવી અને સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું

14 તાલુકા પોલીસ, જૂનાગઢ 2026, ખંડણી (308) અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી

You Might Also Like

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
Next Article તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ
ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન
રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં
કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?