દોઢ ટકા જ ખેતીની જમીન માટે સહાય ચૂકવાશે: ખેડૂતોમાં અસંતોષ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના 584 ગામો પૈકી આશરે 150 ગામોમાં જ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 8400 હેકટરમાં નુકસાન થયાનું સરકારી સર્વેના રિપોર્ટમાં નોંધાયું છે અર્થાત કુલ વાવેતર થયેલ જમીનના માત્ર દોઢ ટકા જમીન માટે જ સહાય ચૂકવવામાં આવશે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2
- Advertisement -
વધુમાં જિલ્લામાં 1,98,220 હેકટરમાં કપાસ અને 2,71,007 હેકટરમાં મગફળી સહિત કુલ 5,31,965 હેકટરમાં વાવેતર થયું હતું જે પૈકી સરકાર દ્વારા નુકસાની સર્વે કરાયો તેમાં ઉપલેટા, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, ધોરાજી પંથકમાં નદી કાંઠાના ગામોમાં 8400 હેકટર જમીનમાં નુકસાન થયાનું નોંધાયું છે. આમ આશરે 90 ટકાથી વધુ ખેડૂતો અને 98.5 ટકા ખેડવાણ જમીન માટે સહાય ચૂકવવાપાત્ર થશે નહીં. આ જ રીતે સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ પૈકી રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર એ ચાર જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. આમ અંતમાં સરકાર ખેડૂતોને પૂરતી સહાય અને નુકસાન થયું તે તમામ ખેડૂતોને મળે તેવી માગણી કરવામાં આવી છે.



