બેન્કિંગ, વીમા અને વીજ સેવાઓ ઠપ્પ: નવા લેબર કોડ અને ખાનગીકરણ સામે શ્રમિકો-ખેડૂતોનો આક્રોશ, કેરળ અને પશ્ર્ચિમ બંગાળમાં વ્યાપક અસર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
કેન્દ્ર સરકારની ખેડૂત અને કામદાર વિરોધી નીતિઓ તેમજ કોર્પોરેટ તરફી વલણ સામે દેશના વિવિધ મજૂર સંગઠનોએ રણશિંગું ફૂંક્યું છે. આ હડતાળના એલાનને પગલે આજે બેન્કિંગ, વીજળી અને ટ્રાન્સપોર્ટ સહિતના સરકારી વિભાગોમાં કામગીરી સ્થગિત થઈ ગઈ છે. કરોડો કર્મચારીઓ કામકાજથી દૂર રહેતા દેશના આર્થિક અને વહીવટી માળખા પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, સંયુક્ત કિસાન મોરચા, કૃષિ મજદૂર યુનિયન અને ડાબેરી સંગઠનોએ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે, જેના કારણે રાષ્ટ્રીયકૃત બેન્કો અને એલ.આઈ.સી. જેવી સંસ્થાઓમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. જોકે, ખાનગી બેન્કો અને આવશ્યક સેવાઓ જેવી કે રેલવે, મેટ્રો અને એસટી બસ સેવાઓ મોટાભાગે કાર્યરત રહી હતી. આ વિરોધ પ્રદર્શન પાછળ અનેક મુખ્ય મુદ્દાઓ જવાબદાર છે, જેમાં તાજેતરમાં જાહેર થયેલા ચાર નવા લેબર કોડનો વિરોધ મુખ્ય છે. વીજ કર્મચારીઓ નવા ઈલેક્ટ્રિક બિલનો વિરોધ કરી રહ્યા છે, જેમાં વીજ કંપનીઓના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બેન્ક કર્મચારીઓ ઘણા સમયથી તેમની પાંચ દિવસના અઠવાડિયાની માંગણી પર અડગ છે, જ્યારે ખેડૂત સંગઠનો નવા સીડ બિલ-2025 સામે વાંધો ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં હડતાળની અસર સૌથી વધુ દેખાઈ હતી, જ્યાં પ્રદર્શનકારીઓએ માર્ગો પર ઉતરીને ધરણા કર્યા હતા. ગુજરાતમાં પણ બેન્કિંગ અને વીજળી સેવાઓમાં અંશત: અસર જોવા મળી હતી. ભાજપ સમર્થિત ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘ આ હડતાળમાં જોડાયા નથી, પરંતુ 30 કરોડથી વધુ કર્મચારીઓની ભાગીદારીને કારણે કેન્દ્ર સરકાર પર મોટું દબાણ સર્જાયું છે. સંગઠનોએ સ્પષ્ટતા કરી છે કે જો સરકાર આ નીતિઓ પર પુન:વિચાર નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. અત્યારે મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી છે, જેના કારણે સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ હડતાળમાં વિદ્યાર્થી સંગઠનો અને વિમા ક્ષેત્રના કર્મચારીઓએ પણ જોડાઈને એકતા પ્રદર્શિત કરી છે, જે સરકાર માટે આવનારા સમયમાં મોટો પડકાર બની શકે છે.
રાજકોટ: કઈંઈ અને બેંક કર્મચારીઓનો ઉગ્ર વિરોધ: ખાનગીકરણ અને શ્રમ કાયદાના ફેરફાર સામે હડતાળ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કઈંઈ (ભારતીય જીવન વીમા નિગમ) અને વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના કારણે બેંકિંગ અને વીમા ક્ષેત્રની કામગીરીને મોટી અસર પહોંચી છે. કર્મચારીઓએ એકઠા થઈને ’કેન્દ્ર સરકાર હાય હાય’ ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ હોવાનું જણાવાયુ છે. કર્મચારીઓનો આરોપ છે કે સરકાર મોટા કોર્પોરેટ ગૃહોને ફાયદો કરાવવા માટે સામાન્ય શ્રમિકોના હિતોનું બલિદાન આપી રહી છે. વેસ્ટર્ન ઝોન ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી હર્ષદ પોપટ આ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું કે, આજે દેશમાં કઈંઈ, વિવિધ બેંકો સહિતની સરકારી સંસ્થાનાં 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાળ પર છે. તેનું મુખ્ય કારણ એ છે કે પહેલા જે 29 શ્રમ કાયદાઓ હતા, તેને સરકારે માત્ર 4 કાયદાઓમાં પરિવર્તિત કરી દીધા છે. પહેલાના 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે સુરક્ષિત હતા, જોકે માલિકો ત્યારે શોષણ તો કરતા જ હતા, પરંતુ હવે તો સરકારે માલિકોને છૂટો દોર આપી દીધો છે. હવે માલિકો કામદારોનો પૂરો પગાર નહીં આપે, લીવ બેનિફિટ નહીં આપે, પેન્શન કે ઙઋ ના બેનિફિટ નહીં આપે તો પણ ચાલશે તેવી સ્થિતિ સર્જાઈ છે.



