રોકાણ, રોજગાર અને આત્મનિર્ભરતા: ગુજરાત બન્યું વિકાસનું ગ્લોબલ મોડેલ
ગ્રીન એનર્જી, અઈં અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગકારોની અબજોનું રોકાણ કરવાની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત આજે વિકાસના નિર્ણાયક દાયકામાં પ્રવેશી રહ્યું છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે જામનગરમાં વિશ્ર્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, અઈં-રેડી ડેટા સેન્ટર અને વિશ્વસ્તરીય હોસ્પિટલ સ્થાપાશે. કરણ અદાણી મુજબ મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક અને રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ થશે. પરાક્રમસિંહ જાડેજાએ મેન્યુફેક્ચરિંગમાં રૂ. 10 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી, જ્યારે બી. કે. ગોએન્કાએ વેલસ્પન દ્વારા રૂ. 5 હજાર કરોડના રોકાણથી રોજગાર અને ઉદ્યોગ વૃદ્ધિની દિશા સ્પષ્ટ કરી. જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એનર્જીનું મોટું નિકાસકાર બનશે. જામનગરમાં ભારતનું સૌથી મોટું અઈં-રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. જિયો દ્વારા એક ખાસ ’ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં અઈં સેવાનો ઉપયોગ કરી શકે. સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે. પ્રધાનમંત્રીના 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. નારણપુરા ખાતેના વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે. કચ્છમાં મલ્ટી-ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે.
વેલસ્પન 5 હજાર કરોડનું રોકાણ કરશે: બી.કે.ગોએન્કા
- Advertisement -
વેલસ્પન કંપનીના ચેરમેન બી. કે.ગોએન્કાએ જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સિરામિક માટે જાણીતું બન્યું છે. આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે 2003ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ મને એવું કહ્યું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાંખશો, તો આપને એક રૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂ.5000 કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.
એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા તૈયાર છીએ : પરાક્રમસિંહ જાડેજા
જ્યારે જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહ્યો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા માટે જ્યોતિ સી.એન.સી. તત્પર છે.
અદાણી ગ્રુપ વિશ્ર્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુંદ્રા ખાતે બનાવી રહ્યો છે : કરણ અદાણી
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એમ.ડી. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ માટે મુંદ્રા કર્મભૂમિ છે. તેમજ સોલાર મેન્યુફેક્ચરિંગ માટે મુંદ્રા મહત્વનું સેન્ટર બન્યું છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુદ્રા ખાતે બનાવી રહ્યો છે, જે 37 ગીગા બાઈટનો એનર્જી પાર્ક બનશે. કચ્છના મુંદ્રા ખાતે આગામી પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા રૂપિયા 1.50 લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.



