પ્રસ્થાન:
કભી તુઝકો ગીલા કભી મુઝકો શિકાયત
મગર ફિરભી તુઝે મેરી મુઝે તેરી ઝરૂરત હૈ
મેં યે ઈકરાર કરતા હૂં મેં તુઝસે પ્યાર કરતા હૂં
ઝીંદગી આ રહા હૂં મેં
– જાવેદ અખ્તર
5 ડિસેમ્બર, 1997ના રોજ રિલીઝ થયેલી કે ’ગુડ વિલ હન્ટિંગ’ ફિલ્મ ગસ વેન સેન્ટનો માસ્ટરપીસ હતો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેની વાર્તામાં નિરાશ એવી તત્કાલીન નિમ્નવર્ગીય પેઢીનો જે આક્રોશ હતો તે અત્યારે પણ છે. તે વર્ગના છોકરાંઓની દિલોજાન દોસ્તી પણ આબેહૂબ દર્શાવેલી. એટલે જ તે ફિલ્મની પટકથા માટે બેન આફ્લેક અને મેટ ડેમનને ઓસ્કાર મળેલો કે જેમણે ફિલ્મમાં અનુક્રમે હીરોના મિત્ર અને હીરોના પાત્ર પણ ભજવ્યા હતા. પણ ફિલ્મ અવિસ્મરણીય બની છે તો ત પ્રોફેસર બનેલા રોબિન વિલિયમ્સના અદ્ભુત અભિનયને કારણે. ફિલ્મમાં એક અદ્ભુત સીન છે જ્યારે વંઠેલા એવા વિલ(મેટ ડેમન) ને પ્રોફેસર મેગવાયર (રોબિન વિલિયમ્સ) જીવનના સત્યો સમજાવે છે. અત્રે એ આખો સંવાદ પ્રસ્તુત છે. અનુવાદ લેખકે કરેલો છે.
ઓવર ટુ પ્રોફેસર મેગવાયર…
“તેથી જો મેં તને કલા વિશે પૂછ્યું હોત તો તે મારી સામે દરેક કલા વિશેના પુસ્તકની બારીકીઓ ધરી દીધી હોત. માઈકલએન્જેલો, તને તો એના વિશે ઘણી ખબર છે. (તેના) જીવન દરમિયાન કરેલું કામ, રાજકીય મહત્વાકાંક્ષાઓ, તેનાં પોપ સાથેના સંબંધો, જાતીય અભિગમ બરોબર? પણ હું શરત મારુ છું કે તું મને એ નહિ કહી શકે કે સીસ્ટિન ચેપલ(ચર્ચ) ની અંદર કેવું લાગે છે. તે હકીકતમાં ક્યારેય ત્યાં ઉભા રહીને અને ઊંચી નજર કરીને તે મનોરમ્ય છત નિહાળી નથી. (તે ચર્ચની છત પરના ચિત્રો માઈકલએન્જેલોએ બનાવ્યા છે.) જો હું તને સ્ત્રીઓ વિશે પૂછું તો તું તારી માનીતી સ્ત્રીઓ વિશેનો મોટો ચોપડો બતાવીશ. તેમાંથી ઘણીઓને તે તારી સાથે સૂવડાવી પણ હશે. પણ તું મને કહી નહિ શકે કે એક સ્ત્રીની બાજુમાં (માત્ર સૂઈને નહિ પણ) ઉઠીને ખરેખર ખુશ થવું કેવું લાગે છે. તું એક અઘરો કેસ છો. અને હું તને યુદ્ધ વિશે પૂછું તો બને કે તું શેક્સપિયરને મારી સામે ફેંક,”તૂટે નહિ ત્યાં સુધી વધુ એકવાર વહાલા સાથીઓ.”
પણ તું ક્યારેય એકેય યુદ્ધની નજીકેય ફરક્યો નથી, તે ક્યારેય તારા પરમમિત્રનું માથું તારા ખોળામાં રાખ્યું નથી, તેને પોતાનો છેલ્લો શ્વાસ લેતા, મદદ માટે તારી સામે મીટ માંડતાં જોયો નથી. જો હું તને પ્રેમ વિશે પૂછીશ તો તું મને સોનેટ કાવ્ય સંભળાવીશ. પણ તું ક્યારેય કોઈ છોકરીની સામે જોઇને (તેની નજરોથી) લાચાર નહિ થઈ ગયો હોય. એવી કોઈ છોકરીને નહિ જાણતો હોય જે પોતાની આંખોથી તને તોળી શકે, એવું લાગે કે જાણે ભગવાને ખાલી તમારા માટે પૃથ્વી પર કોઈ પરી મૂકી હોય જે તમને નરકની ગર્તામાંથી પણ બચાવી શકે. અને તું એ પણ નહિ જાણતો હોય કે તેના માટે ફરિશ્તા બનવું કેવું લાગે છે, (તે) સ્ત્રીને એવો પ્રેમ કરવો, સદાય તેની સાથે રહેવું, કોઈપણ સ્થિતીમાં, કેન્સરમાં પણ.
અને તું એ જાણતો નથી કે એ અનુભવ કેવો હોય જ્યારે બે મહિના સુધી હોસ્પિટલમાં તમે બેઠા-બેઠા સૂઈ જતાં હોય, તેનો હાથ પકડીને કારણ કે ડોક્ટરને તમારી આંખમાં વંચાતું હોય કે “મુલાકાતનો સમય” શબ્દો તમારા માટે નથી. તું જાણતો નથી કે સાચી ખોટ શું છે કારણ કે એ ત્યારે જ વર્તાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિને તમારી પોતાની જાત કરતાંય વધારે પ્રેમ કર્યો હોય. અને મને શક છે કે તે ક્યારેય કોઈ વ્યક્તિને એટલો પ્રેમ કર્યો હોય.
અને પોતાની સામે જો….મને તું કોઈ બુદ્ધિશાળી, આત્મવિશ્વાસથી ભરપૂર માણસ નથી લાગતો….મને તો તું એક ઘમંડી, કાયર એવો છોકરો લાગે છે. પણ તું પ્રચંડ બુદ્ધિપ્રતિભા ધરાવે છે, વિલ. તેની કોઈ ના નથી પાડતું. કોઈપણ તારા ઊંડાણને પામી શકે તેમ નથી. પણ તું મારા વિશે બધું જાણતો હોવાનું ધારી લે છે કારણ કે તે મારી એક પેઇન્ટિંગ જોઈ અને તે મારા સૂકા પાંદડા જેવા જીવનને કચડી નાખ્યું. તું એક અનાથ છો, સાચું?
- Advertisement -
28 ઢયફતિ જ્ઞર ૠજ્ઞજ્ઞમ ઠશહહ ઇીંક્ષશિંક્ષલ
પૂર્ણાહુતિ:
મેરે હાથો કી ગરમી સે પીઘલ જાયેંગી ઝંઝીરે
મેરે કદમો કી આહટ સે બદલ જાયેગી તકદીરે
ઉમ્મીદો કે દિયે લેકર યે સબ તેરે લિયે લેકર
ઝીંદગી આ રહા હૂં મેં
– જાવેદ અખ્તરનું મશાલ મૂવીના ગીતની અમુક કડીઓ મૂકેલી છે.



