ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગરમાં જમીન અને અન્ય કામગીરી કરવા માટે લાંચ લેવાના મામલે ઊઉના દરોડા બાદ કલેક્ટર સહિત ચાર અધિકારીઓ સામે હાથ ધરાયેલી અઈઇની તપાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે. આ કેસમાં ઝડપાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઊઉ દ્વારા દિલ્હી લઈ જઈને પૂછપરછ કર્યા બાદ ચંદ્રસિંહ મોરીને ગુરુવારે અમદાવાદ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જમીન સંબંધિત ફાઇલો, ડેવલપમેન્ટ મંજૂરીઓ તેમજ વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓ સાથે થયેલા નાણાકીય વ્યવહારો અંગે મહત્વના ખુલાસા થયા હોવાનું તપાસ એજન્સી દ્વારા જણાવાયું છે. અઈઇ અને ઊઉની સંયુક્ત તપાસમાં જમીન કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસમાં કલેક્ટર સહિત ચાર અધિકારીઓ સામે તપાસનો દાયરો વધારવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા હજુ વધુ દસ્તાવેજોની ચકાસણી તથા સંકળાયેલા અન્ય શખ્સોની પૂછપરછ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર કૌભાંડને લઈ જિલ્લામાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.



