સ્વામીએ લગ્નસંસ્થાની હાંસી ઉડાવતા સમજદાર લોકોમાં ભારે આક્રોશ
હરિપ્રકાશ સ્વામીની કથાનો સનાતની સંતો દ્વારા વિરોધ થવાના એંધાણ
- Advertisement -
હરિપ્રકાશ સ્વામીના વિધાનોને તદ્દન વાહિયાત ગણાવતાં જ્યોતિર્નાથ મહારાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાન આયોજિત ‘યુવા કથા’ વિવાદમાં આવી ગઈ છે. આ કથામાં યુવાનોને સંબોધતા સાળંગપુરના સ્વામી હરિપ્રકાશદાસજીએ લગ્ન જીવન, પ્રેમ અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે નિવેદનોને લઈને હવે ભારે ચર્ચા શરૂ થઈ છે. તેમણે લગ્ન સંસ્થાને અત્યારના સમયમાં એક જોખમ તરીકે સરખાવી હતી.
હરિપ્રકાશ સ્વામીના વક્તવ્ય ઉપર જ્યોતિર્નાથ મહારાજ લાલઘૂમ થયા છે તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે, હરિપ્રકાશ સ્વામી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે એકદમ વાહિયાત છે. જેના નામે રોટલા ખાઓ છો તેના જીવન ચરિત્ર ઉપર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઠેકડી ઉડાવો છો. આ ચલાવી લેવામાં નહીં આવે, આ બાબતે વિરોધ પણ થશે અને સાથે સાથે સમાજમાં દરેક લોકોએ આ બાબતે જાગવું જોઈએ. આટલા લોકો તાળી પાડે અને સાંભળે એ યોગ્ય નથી. હરિપ્રકાશને બુદ્ધિ આવે એવી પ્રાર્થના પરંતુ પ્રાર્થના કરતા પણ આ લોકોને પદાર્થપાઠની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, આ હનુમાન કથાનો ઉદ્દેશ્ર્ય એ હતો કે, યુવાનો અંગ્રેજી વર્ષના વિદાયની ઉજવણી કરવાના બદલે હનુમાન કથા સાંભળી સનાતન સંસ્કૃતિ શું છે? તેની સમજ કેળવે. જોકે, હિન્દુ પરંપરા મુજબ થતા લગ્ન સંદર્ભે ટિપ્પણીથી વિવાદ શરૂ થયો છે તેને અન્ય સાધુ સમાજે પણ ટેકો આપ્યો છે ત્યારે આગામી દિવસોમાં સ્વામીજીએ કરેલા નિવેદનનો વિવાદ વધુ વકરે તેવી પણ શક્યતા છે.
- Advertisement -
હરિપ્રકાશદાસના વિવાદિત વાક્યો
‘પહેલા લોકો પ્રેમમાં પડે, પછી વહેમમાં
પડે અને અંતે બંને જણા ડેમમાં પડે’
‘લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો’
‘સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે તો સોગંદ પણ ખાઈ લીધા, આજનો પ્રેમ એટલે સોમવારે મળ્યા અને શુક્રવાર સુધીમાં સોગંદ ખાધા પછી પૂરું’
‘જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય’



