યુવતીએ ફેસબુકમાં મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવતા જ શીશામાં ઉતાર્યો
વોલેટમાં દેખાતા 40.78 લાખના ડોલર વિડ્રો કરવા જતાં ફ્રોડ થયાનું સામે આવ્યું: સાયબર ક્રાઈમમાં ગુનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાયબર માફિયાઓની ભરમાર વચ્ચે રાજકોટના વધુ એક કારખાનેદાર શિકાર બન્યા છે ફેસબુકમાં યુવતીએ મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર કર્યા બાદ રાજકોટના કારખાનેદારને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી 40.78 લાખ પડાવી લીધા હતા આ રોકાણ પેટે વોલેટમાં ડોલર દેખાડતા હતા પરંતુ વિડ્રો કરવા જતા જુદા જુદા ચાર્જ માંગવામાં આવતા પોતાની સાથે ફોર્ડ થયાનું જાણવા મળતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટના ગોલીડા (હડમતીયા)માં રહેતા અને કુવાડવા જીઆઇડીસી ખાતે આટકોટીયા એગ્રો ટેક્નોલોજી નામે કંપની ચલાવી એગ્રીકલ્ચર પેસ્ટિસાઈડ દવાઓ બનાવવાનો તથા વેચાણનો વ્યવસાય ધરાવતા ભાવેશભાઈ ધિરજલાલ આટકોટીયા ઉ.43એ વોટ્સએપ નં.8714749972, 7019582192ના ધારક સામે છેતરપિંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તા.01/10/2025ના તેઓ કંપનીએ હતાં ત્યારે તેમના ફેસબુક એકાઉન્ટ પર શ્રીષ્ટી કી નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જે સ્વીકારી હતી ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને તેણે પોતાનો વોટ્સએપ નં. 87147 49972 આપ્યો હતો જેમાં બંને વચ્ચે વાતચીત થતી હતી બાદ તા.15/10ના તેણીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા કહ્યું હતું પરંતુ શરૂઆતમાં ના પાડી હતી થોડા દિવસ બાદ ફરી તેણે વિિંાંત://મયડ્ઢ-િફિંમય.તશયિં નામની વેબસાઈટમાં રોકાણ કરવા જણાવ્યું હતું તેના કહેવા મુજબ આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું બાદ તેણીએ મને બલબીરસિંઘ નામના વ્યક્તિનો નં. 70195 82192 આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તે વ્યક્તિ ટ્રેડિંગ કરાવનાર છે તથા ટ્રેડ કંપનીનો કર્મચારી છે બલબીર સિંઘે વે ઓફ સક્સેસ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો જેમાં ટ્રેડિંગ માટે ટીપ્સ આપવામાં આવતી હતી બાદ તેના જણાવ્યા મુજબ ફરીયાદીએ ક્રિપ્ટો ખરીદવા માટે સામેવાળાએ જણાવેલ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 40,78,042 જમા કરાવ્યા હતા બાદમાં તે ગ્રૂપમાં આપેલી ટીપ્સ મુજબ ટ્રેડિંગ કરતાં હતાં તેને વોલેટ બેલેન્સ 137,174 ડોલર બતાવતી હતી પરંતુ જ્યારે આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ વિડ્રો થતી ન હતી અને જો પૈસા વિડ્રો કરવા હોય તો જુદા જુદા ચાર્જ જેવા કે ટેક્સ, વેરિફિકેશન ફી વગેરે વધુ રકમ માંગવામાં આવતી હતી જેથી છેતરપિંડી થયાની જાણ થતા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસ શરુ કરી છે.



