ઙખ અલીએ મોદીની વિચારસરણીના વખાણ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાએ મંગળવારે પોતાનો સર્વોચ્ચ સન્માન આપ્યું. તેઓ ’ધ ગ્રેટ ઓનર નિશાં ઓફ ઇથોપિયા’ મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર બન્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ સન્માન મારા માટે ગર્વની વાત છે. તેમના ઇથોપિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે.
આ પહેલા ગઈકાલે મોદીનું ઇથોપિયાના નેશનલ પેલેસમાં વડાપ્રધાન અબી અહેમદ અલીએ સ્વાગત કર્યું, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી.
બેઠક દરમિયાન મોદીએ કહ્યું કે ઇથોપિયા આવીને તેમને ખૂબ જ ખુશી થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે આ તેમનો પહેલો ઇથોપિયા પ્રવાસ છે, પરંતુ અહીં પહોંચતા જ તેમને પોતાનાપણાનો અહેસાસ થયો.
ઇથોપિયન વડાપ્રધાન અહેમદ અલીએ મંગળવારે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ઙખ મોદીની વિચારસરણીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા કહે છે કે આફ્રિકા સાથેની ભાગીદારી તેની જરૂરિયાતો અનુસાર હોવી જોઈએ.
તેમણે કહ્યું કે આજે ભારત અને ઇથોપિયા વચ્ચે નવી અને મજબૂત ભાગીદારીની જરૂર છે. અહેમદ અલીએ કહ્યું કે દેશમાં વિદેશી રોકાણ પણ ઝડપથી વધી રહ્યું છે અને તેમાં ભારત સૌથી મોટો રોકાણકાર બનીને ઉભર્યું છે. તેમણે જણાવ્યું કે ઇથોપિયામાં 615 થી વધુ ભારતીય કંપનીઓ રોકાણ કરી રહી છે.
બેઠકમાં મોદીએ ઇથોપિયાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બમણી કરવાની જાહેરાત કરી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા પર સંવેદના અને આતંકવાદ વિરુદ્ધ ભારતના સમર્થન બદલ આભાર માન્યો.
વડાપ્રધાન અલી પોતે કાર ચલાવીને મોદીને હોટલ લઈ ગયા હતા
ઇથોપિયાના વડાપ્રધાન અહેમદ અલી ગઈકાલે ઙખ મોદીને અદીસ અબાબા એરપોર્ટ પર લેવા પહોંચ્યા હતા. બંને નેતાઓએ એરપોર્ટ પર જ અનૌપચારિક વાતચીત કરી. આ દરમિયાન ઙખ અહેમદ અલીએ મોદીને પરંપરાગત કોફી પણ પીવડાવી. ત્યારબાદ અહેમદ અલી પોતે કાર ચલાવીને મોદીને હોટેલ લઈ ગયા. તેમણે રસ્તામાં મોદીને સાયન્સ મ્યુઝિયમ અને મૈત્રી પાર્ક પણ બતાવ્યા. આ ઙખનો પ્રથમ ઇથોપિયા પ્રવાસ છે. તેઓ અહીં 2 દિવસના રાજકીય પ્રવાસે છે.



