અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
એજન્સીઓની તપાસ બાદ ફ્લાઇટને રવાના કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઊ058નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ અઝઈએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ મળતાં જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ-મેમ્બર હાજર હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ અઝઈએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ બાદ મોહમ્મદ નામના મુસાફરની તપાસ કરતાં 40 જેટલા મુસાફરનાં નામ મોહમ્મદ હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં તમામ મુસાફરો અને બેગનું ચેકિંગ કરાયું હતું, સાથે જ એજન્સીઓની તપાસ બાદ ફ્લાઇટને રવાના કરાઈ હતી. ધમકીભર્યા ઈ-મેલને લઈને હૈદરાબાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરશે.
10 મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટ સવારે 9:35 કલાકે જેદ્દાહથી અમદાવાદ આવવાની હતી, જે એના પૂર્વ નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. સવારે 9:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચેલી ફ્લાઈટના 180 મુસાફરને અમદાવાદ એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હતા.



