રાજકુમાર જાટના જેવા હાલ થયા તેવા તારા હાલ થશે કહી સાતથી આઠ શખ્સોએ ખેડૂતને માર માર્યો
ગણેશ અને લાલાભાઈનું નામ કાઢી નાખો તો જ ફરિયાદ લઈશું : જિગીષા પટેલનો સણસણતો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે બારદાનમાં 35 કિલો 800 ગ્રામના બદલે ખેડૂત પાસેથી 36 કિલો 200 ગ્રામ મગફળી લેવાતી હોવાનો આક્ષેપ કરી આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કરતા સાતથી આઠ શખસોએ ખેડૂતનો મોબાઈલ ઝૂંટવી માર મારી અહીં ગણેશ અને લાલા રાજ છે. રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે તેવી ધમકી આપતા જિગીષા પટેલની આગેવાનીમાં આજે એસપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગોંડલ પોલીસે ગણેશ અને લાલાભાઇનું નામ કાઢી નાખો તો જ ફરિયાદ લઈશું તેવો સણસણતો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.
ગોંડલ પંથકના ખેડૂત વિમલ સોરઠીયાએ જણાવ્યું હતુ કે, હું એક નાનો ખેડૂત છું. ગોંડલના બીલીયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી. જ્યાં 35 કિલો અને 800 ગ્રામના બદલે 36 કિલો અને 200 ગ્રામ મગફળી જોખવામાં આવતી હતી તેનું હું મારા મોબાઈલમાં વીડિયો શુટીંગ કરતો હતો તો મારો ફોન લઇ લેવામાં આવ્યો હતો જે બાદ હું ખેડૂતોને મળ્યો હતો તેમને કહ્યું કે અમે જો કંઈ વાંધો ઉઠાવીએ તો અમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જેથી અમે કઈ બોલતા નથી જે પછી મને કહેવામાં આવ્યું કે અહીં ’ગણેશ રાજ અને લાલાનું રાજ છે, જેથી અહીં પરમિશન વગર અવાય નહીં. ખેડૂતોને પણ કહી દેવામાં આવ્યું કે અહીં જિગીષાબેન આવે તો કહેવાનું કે અહીં બધું બરોબર ચાલે છે મગફળી યોગ્ય રીતે જ જોખાય છે તે પછી જીગીશાબેન નીકળી ગયા બાદ મને બીલીયાળા મગફળી કેન્દ્રની સામેના ગેટમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં મને સાતથી આઠ શખ્સોએ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જે બાદ મને પૂછવામાં આવ્યું કે હવે આવું કરવું છે ? જેથી મેં કહ્યું કે અમે ખેડૂતોના પ્રશ્ન માટે આવ્યા હતા. જેથી મને કહેવામાં આવ્યું કે રાજકુમાર જાટનું થયું તેવું તારું થશે. લાલો, હરદેવ મયાત્રા, નાગરાજ સહિતના લોકો હતા જેઓ મને ધમકી આપતા હતા તે ગણેશના માણસો હતા. પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવી નથી અને કંઈ પણ થાય કે મારા પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો તે માટે જવાબદાર ગોંડલ પોલીસ રહેશે આ અંગે જિગીષા પટેલે આગેવાનોને સાથે રાખીને એસપી વિજયસીંહ ગુર્જરને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વિમલ સોરઠીયા ઉપર હુમલો થયા બાદ તેમને હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાં એએસઆઈ આવ્યા હતા અને તેને સઘળી વાત જણાવી હતી તે પછી તેણે ઉપરી અધિકરીને જાણ કરવી પડશે તે ફરિયાદ લેશે તેમ કહ્યું હતું તે પછી અમે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં અમારા જણાવ્યા મુજબની ફરિયાદ નોંધી હતી અને અમે આવો અધિકારીની સહી કરી અમે તમને કોપી આપીએ તેમ કહેતા હું નીચે કોપી લેવા ગઈ ત્યારે આ ફરિયાદમાંથી ગણેશ અને લાલાભાઇનું નામ કાઢી નાખો તો જ અમે ફરિયાદ લઈશું તેવું પોલીસે જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ બાબતે નક્કર અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.



