ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓને કરાતી તાકિદ
સીપીના આદેશ બાદ રાજકોટમાં રાત્રિ વાહન ચેકિંગ ઝુંબેશ વેગવંતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ બની હોય તેમ બે દિવસ પહેલાં મધરાત્રે ગેંગ વોર ભડકી ઉઠતાં મંગળા રોડ પર બે જૂથ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થતાં પોલીસના અસ્તિત્વ સામે જ સવાલો ઉભા થયા હતા પોલીસની ઢીલી નીતિને કારણે બેફામ બનેલા લુખ્ખાઓ અને અસામાજિક તત્ત્વોને કારણે ભયનો માહોલ સર્જાર્યો છે આ પરિસ્થિતિ વચ્ચે આજે મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ પોલીસ સ્ટેશન હેઠળના અધિકારીઓને અસામાજિક તત્ત્વો, લુખ્ખાઓ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા જેના પગલે શહેરભરમાં ગત રાત્રે વાહન ચેકીંગ ઝુંબેશ વેગવંતી કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરએ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે યોજેલી ક્રાઇમ કોન્ફ્રન્સમાં થાણા અધિકારીઓને ગુનાખોરી ડામવા અને ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ જે જેલ મુક્ત હોય અને બહાર શું કરી રહ્યા છે તેની ગતિવિધિઓ ઉપર પણ ખાસ વોચ રાખવા સૂચના આપી છે પોલીસ કમિશ્નરની સૂચના અન્વયે ગત રાતથી જ તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રાત્રી ચેકીંગ ઝુંબેશ શરુ કરી દેવામાં આવી છે છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને રખડતા લુખ્ખાઓ ઉપર પોલીસે ધોંસ બોલાવવાનું શરુ કરી દીધું છે ગુનાઓ બનતા અટકાવવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ ઓચિંતું ચેકીંગ શરુ કર્યું છે.



