આધુનિકતા અને પરંપરાનું અનોખું મિશ્રણ પૂરું પાડતા મંડળી ગરબાનું આયોજન
પ્રવેશદ્વારથી લઈને ગરબાના મેદાન સુધીમાં ડેકોરેશન ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આ વર્ષની નવરાત્રીમાં ગુજરાતભરમાં મંડળી ગરબાનો ક્રેઝ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પહેલીવાર આધુનિકતા અને પરંપરાનું અનોખું મિશ્રણ પૂરું પાડતા મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અત્યંત લોકપ્રિય બનેલા આ મંડળી ગરબા હવે રાજકોટના યુવા હૈયાઓને પણ ડોલાવવા તૈયાર છે. આ મંડળી ગરબાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડીજેના શક્તિશાળી અવાજને બદલે પરંપરાગત લોકવાદ્યો – ઢોલ, તબલા અને શરણાઈના શુદ્ધ સંગીત પર આધારિત છે. આ વાદ્યોનો અવાજ એક અનોખી ઊર્જા અને પરંપરાગત વાતાવરણ ઊભું કરે છે, જે આજની યુવા પેઢીને સાચી ગુજરાતી સંસ્કૃતિ અને સંગીત સાથે જોડે છે. ઇવેન્ટમાં પ્રખ્યાત ગાયિકા દેવલબેન ગઢવી અને સંસ્કાર ઢોકિયા પોતાના સુમધુર અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે. આયોજન સ્થળ તરીકે વિશ્વા પાર્ટી લોન્સ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં સજાવટમાં સંપૂર્ણ પરંપરાગત થીમનો ઉપયોગ થશે. પ્રવેશદ્વારથી લઈને ગરબાના મેદાન સુધીનું ડેકોરેશન ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે.
બામ્બુ અને વામ લાઈટના કલ્ચર પર આધારિત ડેકોરેશન પરંપરાગત બામ્બુ થીમ પરનું કલ્ચરલ એન્ટ્રી ગેટ માતાજીનો પંડાલ બેંગ્લોર સ્ટાઇલમાં ડિઝાઇન 4 હજારથી 5 હજાર ખેલૈયાઓની ગ્રાઉન્ડ કેપેસિટી આ બધું મળીને ઇવેન્ટ એકદમ ભવ્ય અને પરંપરાગત માહોલ ઊભો કરશે. આ ગરબાનું આયોજન ઢઅઉં ઇવેન્ટ્સ એન્ડ એન્ટરપ્રાઇઝ દ્વારા અને ધ પ્લાનર્સ ઇવેન્ટ્સના કોન્સેપ્ટ હેઠળ કરવામાં આવ્યું છે. ઓનિકસ રિન્યુએબલ એનર્જી આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર છે અને ગ્લોબલ પબ્લિસિટી પબ્લિસિટી પાર્ટનર તરીકે જોડાયું છે.



