ગટરનું પાણી બે દિવસથી રસ્તા પર, નાગરિકો કંટાળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ વોર્ડ નં.13ના સ્વામીનારાયણ ચોકમાં ગટરના ગંદા પાણીનો ત્રાસ યથાવત છે. છેલ્લા બે દિવસથી રસ્તા પર ગંદુ પાણી વહી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે, અહીં કોર્પોરેટરોની ઓફિસ અને વોર્ડ ઓફિસ હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું નથી. નાગરિકોના હિતમાં આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તંત્ર સમક્ષ રજુઆત કરી છે.
રાજકોટ સ્વામિનારાયણ ચોકમાં ગંદા પાણીનો ત્રાસ



