By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    3 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    3 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
ધર્મ

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Khaskhabar Editor
Last updated: 2025/08/27 at 4:53 PM
Khaskhabar Editor 11 months ago
Share
8 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં આવેલા સ્વયંભૂ પ્રગટ થયેલાં અષ્ટવિનાયકના દર્શનથી ભાવિકો ધન્યતા અનુભવે છે

મયૂરેશ્ર્વર વિનાયક મંદિરમાં ચાર દ્વાર છે જે ચાર યુગના પ્રતીક માનવામાં આવે છે – સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ

- Advertisement -

સૌજન્ય આપણો ઇતિહાસ પેજ

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. શ્રીગણેશ સનાતન ધર્મના મુખ્ય આદિપંચ દેવતાઓમાં પણ સામેલ છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં આવેલા સ્વયંભૂ પ્રગટ થયેલાં આઠ અષ્ટવિનાયકો વિશે જાણીશું. મહારાષ્ટ્ર રાજ્યમાં પૂનાની નજીક અષ્ટવિનાયકના કુલ આઠ મંદિર આવેલા છે. આ તમામ 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઈતિહાસ છે. તેમાં બિરાજેલી ગણેશની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે સ્વયં પ્રકટ થઈ છે. આ માનવ નિર્મિત ન થઈને પ્રાકૃતિક છે. ‘આઠ ગણપતિ’. આ આઠ અતિ પ્રાચીન મંદિર ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ પણ કહેવાય છે, આ બધાનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનું સમૂહ છે તેમાં કરવામાં આવ્યો છે. આ આઠેય ગણપતિ ધામોની યાત્રા અષ્ટવિનાયક તીર્થ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. અહીં ગણેજીના ભક્તો દેશ-વિદેશથી યાત્રા કરવા આવે છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અષ્ટવિનાયક દર્શનની શાસ્ત્રોક્ત
ક્રમબદ્ધતા આ મુજબ છે-
1. મયૂરેશ્વર અથવા મોરેશ્વર – મોરગાંવ, પૂના
2. સિદ્ધિવિનાયક – કરજત તહસીલ, અહમદનગર
3. બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
4. વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
5. ચિંતામણી – થેઉર ગાંવ, પૂના
6. ગિરિજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી ગાંવ, પૂના
7. વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
8. મહાગણપતિ – રાજણગાંવ

1. મયૂરેશ્વર મંદિર
આ મંદિર પૂનાથી 80 કિલોમીટર દૂર સ્થિત છે. મોરેગાંવ ગણેશજીની પૂજાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મયૂરેશ્વર મંદિરની ચારેય ખૂણામાં મીનાર છે અને લાંબા પત્થરોની દીવાલ છે. અહીં ચાર દ્વાર છે. આ ચારેય દ્વાર ચાર યુગ-સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના પ્રતીક છે. આ મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે, તેના મુખ ભગવાન ગણેશની મૂર્તિની તરફ છે. નંદીની મૂર્તિના સંબંધમાં અહીં એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીનકાળમાં શિવજી અને નંદી આ મંદિર ક્ષેત્રમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ પછી નંદીને અહીંથી જવા માટે ના કહી દેવામાં આવી. ત્યારથી નંદી અહીં સ્થિત છે. નંદી અને મૂષક બંને જ મંદિરોના રક્ષકના રૂપમાં ઊભા છે. મંદિરમાં ગણેશજી બેઠી મુદ્રા બિરાજમાન છે તથા તેમની સૂંડ ડાબા હાથની તરફ છે તથા તેમની ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર છે. એક માન્યતા મુજબ મયૂરેશ્વરના મંદિરમાં ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના એક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. આ જ કારણોસર અહીં સ્થિત ગણેશજીને મયૂરેશ્વર કહેવામાં આવે છે.

- Advertisement -

2. સિદ્ધિવિનાયક મંદિર
અષ્ટ વિનાયકમાં બીજા ગણેશ છે સિદ્ધિવિનાયક. આ મંદિર પૂનાથી અંદાજિત 200 કિમી. દૂર સ્થિત છે. નજીક જ ભીમ નદી છે. આ ક્ષેત્ર સિદ્ધટેક ગાંવના અંતર્ગત આવે છે. આ પૂનાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિર અંદાજિત 200 વર્ષ જૂનું છે. સિદ્ધટેકમાં સિદ્ધવિનાયક મંદિર ખૂબ જ સિદ્ધ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિર એક પહાડ ઉપર સ્થિત છે, જેનું મુખ્ય દ્વાર ઉત્તર દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા માટે પહાડની યાત્રા કરવાની હોય છે. અહીં ગણેશજીની મૂર્તિ 3 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ ઉત્તર દિશાની તરફ છે. ભગવાન ગણેશની સૂંડ સીધા હાથની તરફ છે.

3. બલ્લાલેશ્વર મંદિર
અષ્ટવિનાયકમાં ત્રીજું મંદિર છે બલ્લાલેશ્વર મંદિર. મંદિર મુબઈ-પૂના હાઇવે પર પાલીથી ટોયનમાં અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા 11 કિમી. દૂર સ્થિત છે. આ મંદિરનું નામ ગણેશજીના ભક્ત બલ્લાલના નામ પર પડ્યુ છે. પ્રાચીનકાળમાં બલ્લાલ નામુનો એક યુવક હતો, તે ગણેશજીનો પરમભક્ત હતો. એક દિવસ તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું, પૂજામાં શામેલ કેટલાય બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. આ કારણ આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતો રહ્યો. આ ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન પ્યા. ત્યારે બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશે આગ્રહને માન આપ્યું.

4. વરદવિનાયક મંદિર
અષ્ટવિનાયકમાં ચોથા ગણેશ છે વરદવિનાયક. આમંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં એક સુંદર પર્વતીય ગામ છે મહાડ. આ ગામમાં વરદવિનાયક મંદિર છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ વરદવિનાયક ભક્તોની બધી જ કામનાઓ પૂરી થવાનો વરદાન આપે છે. આ મંદિરમાં નંદીદીપ નામનો એક દીવો છે જે કેટલાય વર્ષોમાં પ્રગટી રહ્યો છે. વરદવિનાયકનું નામ લેવા માત્રથી જ બધી મિનોકામના પૂર્ણ થવાનો વરદાન પ્રાપ્ત થઈ જાય છે.

5. ચિંતામણિ ગણપતિ
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ છે ચિંતામણિ ગણપતિ. આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે. મંદિરની પાસે જ ત્રણ નદીઓનું સંગમ છે. આ ત્રણેય નદીઓ છે ભીમ, મુલા અને મુથા. જો કોઈ ભક્તનું મન ખૂબ પરેશાન હોય અને જીવનમાં દુખ જ દુખ આવી રહ્યા હોય તો આ મંદિરમાં આવવા પર આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાના વિચલિત મનને વશમાં કરવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી.

6. ગિરજાત્મજ ગણપતિ
અષ્ટવિનાયકમાં આગલા ગણપતિ છે ગિરજાત્મજ. આ મંદિર પૂના-નાસિક રાજમાર્ગ પર પૂનાથી અંદાજિત 90 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ક્ષેત્રના નારાયણગાંવથી આ મંદિરની દૂરી 12 કિલોમીટર છે. ગિરજાત્મજનો અર્થ છે ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર ગણેશ. આ મંદિર એક પહાડ પર બૌદ્ધ ગુફાઓના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. અહીં લેનયાદરી પહાડ પર 18 બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંથી 8મી ગુફાઓમાં ગિરજાત્મજ વિનાયક મંદિર છે. આ ગુફાઓને ગણેશ ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 300 પગથિયાં ચડવાના હોય છે. આ સંપૂર્ણ મંદિર જ એક મોટા પત્થરને કાપીને બનાવવામાં આવ્યું છે.

7. વિઘ્નેશ્વર ગણપતિ મંદિર
અષ્ટવિનાયકમાં સાતમા ગણેશ છે વિઘ્નેશ્વર ગણપતિ. આ મંદિર પૂનાના ઓઝર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં સ્થિત છે. આ પૂના-નાસિક રોડ પર નારાયણગાંવથી જૂનર અથવા ઓઝર થઈને અંદાજિત 85 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. એક પ્રચલિત કથા મુજબ વિઘનાસુર નામનો એક અસુર હતો જે સંતોને હેરાન કરતો હતો. ભગવાન ગણેશે આ ક્ષેત્રમાં તે અસુરનું વધ કર્યુ અને બધાને કષ્ટોથી મુક્તિ અપાવી. ત્યારથી આ મંદિર વિઘ્નેશ્વર, વિઘ્નહર્તા અને વિઘ્નહારના રૂપમાં ઓળખાય છે.

8. મહાગણપતિ મંદિર
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. મંદિર પૂનાના રાંજણગામમાં સ્થિત છે. આ પૂના-અહમદનગર રાજમાર્ગ પર 50 કિમીની દૂરી પર સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ 9-10મી સદીના વચ્ચે માનવામાં આવ્યો છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા પર સ્થિત છે જે ખૂબ વિશાળ અને સુંદર છે. ભગવાન ગણપતિની મૂર્તિને માહોતક નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની પ્રતિમા અદભુત છે. પ્રચલિચ માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિ ભોંચરામાં સંતાવીને રાખેલી છે. પહેલાના સમયમાં જ્યારે વિદેશીઓએ અહીં આક્રામણ કર્યુ હતું તો તેમનાથી મૂર્તિ બચાવવા માટે તેને ભોંયરામાં સંતાડી દેવામાં આવી હતી.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: Ashtavinayak Pilgrimage Maharashtra, Lord Ganesha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપની સામે વળતર મુદ્દે વિરોધ
Next Article વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?