ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરી તાલુકાના દેદળ ગામમાંથી માનસિક રીતે ચોંકાવનારી અને હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. ગામે રહેતી 40 વર્ષીય પ્રભાબેન અશોકભાઈ મકવાણાએ પોતાના ઘરે પતિના ત્રાસથી કંટાળીને એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પ્રભાબેનને બે દીકરી અને એક દીકરો છે. પરિવારના જ ઝઘડા અને પતિના દમનના કારણે તેણી તણાવમાં રહેતી હોવાનું સ્થાનિકોમાંથી મળી રહેલી વિગતોમાં જણાવાયું છે. અંતે તે માનસિક તણાવને સહન ન કરી શકતાં એસિડ પી લીધું હતું વધારે સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ દુ:ખદ ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને મૃતકના ત્રણ સંતાનો માતા વિહોણા થઈ ગયા છે. પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને પતિની ભૂમિકા અંગે પોલીસ તપાસ શરૂ કરી
દીધી છે.



