વિસાવદરના શોભાવડલા ગામની ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે ગઈકાલે રાત્રીના સમયમાં શોભાવડલા ગામમાં એક 70 વર્ષના મહિલા પર દીપડાએ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવતા 108 ટીમના ઇએમટી પરાશ ગોરડ અને પાયલોટ રોહિત જલું તુરંત બનાવ સ્થળે પહોંચી ગયેલ હતા.
- Advertisement -
દીપડાએ વૃદ્ધ મહિલાને માથાના ભાગ પર હુમલો કરવામાં આવેલ જયારે આ હુમલામાં ઘાયલ વૃદ્ધાને તાત્કાલિક વધુ સારવાર મળી રહે તેના માટે અમદાવાદ હેડ ઓફિસના ડોકટર સાથે ફોન મારફત વાત કરી જરૂરી સારવાર 108માં આપવામાં આવી હતી અને મેંદરડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં આવેલ હતા જયારેવૃદ્ધાની તબિયત નાજુક હોવાથી વધુ સારવાર માટે જૂનગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અત્યારે વૃદ્ધ મહિલાની તબિયત સુધારા પર છે આમ 108 ની સમયસર સારવારથી એક અમુલ્ય જીવ ને નવું જીવન મળ્યું હતું. આ સારી કામગીરી બદલ જુનાગઢ જિલ્લાના અઘિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરહારનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.



