ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક અને સીંગલ યુઝ પ્લાસ્ટીક બાબતે ચેકીંગ કરી અલગ અલગ 7 વેપારીઓ પાસેથી રૂ. 15,700નો દંડ અને 61 કીલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરાયુ હતું. જૂનાગઢ મનપા કમિશનર તેજશ પરમારના માર્ગદર્શન મુજબ અજય એસ.ઝાંપડા અને જયેશ પી, વાજા નાયબ કમિશનર અનેકલ્પેશ ટોલીયા ટેક્સ અને સેનીટેશન સુપ્રી.ની સુચના મુજબ સેનીટેશન શાખાના સેનેટરી ઈન્સ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ઘરી મોતીબાગ અને મધુરમ વિસ્તારમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીક અને સીંગલ યુઝ પ્લાસ્ટીક વેચાણ કરતા 7 વેપારીઓ પાસેથી 61 કીલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને સીંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત કરી રૂપિયા 15,700નો દંડ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ મનપાએ 7 વેપારીઓને 15 હજારનો દંડ અને 61 કિલો પ્રતિબંધિત પલાસ્ટિક જપ્ત



