ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025ના ચૂંટણી કાર્યક્રમ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું છે. વાદળછાયાં વાતાવરણ વચ્ચે પણ કુલ 63 ગ્રામ પંચાયતોમાં મતદારોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં 1 ગ્રામ પંચાયતમાં 84.43%, સુત્રાપાડામાં 1 ગ્રામ પંચાયતમાં 48.04%, કોડીનારમાં 6 ગ્રામ પંચાયતમાં 66.44%, ઉનામાં 4 ગ્રામ પંચાયતમાં 59.38%, ગીરગઢડામાં 4 ગ્રામ પંચાયતમાં 63.65% એમ કુલ 16 ગ્રામ પંચાયતોમાં 64.96% મતદાન નોંધાયું હતું.
- Advertisement -
જ્યારે ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/વિભાજન ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં 7 ગ્રામ પંચાયતમાં 83.81%, તાલાલામાં 10 ગ્રામ પંચાયતમાં 72.71%, સુત્રાપાડામાં 5 ગ્રામ પંચાયતમાં 83.36%, કોડીનારમાં 18 ગ્રામ પંચાયતમાં 81.04%, ઉનામાં 2 ગ્રામ પંચાયતમાં 69.92%, ગીરગઢડામાં 5 ગ્રામ પંચાયતમાં 66.26% એમ કુલ 47 ગ્રામ પંચાયતોમાં 76.80% મતદાન નોંધાયું હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના વડપણમાં અને નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શનમાં ચૂંટણી સ્ટાફે પણ ઉત્તમ કામગીરી દાખવી હતી. જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે-સાથે જ પોલીસતંત્ર અને વહીવટી તંત્રએ મતદારોને મતદાન માટે અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ મતદાન મથક પરની જુદી-જુદી વ્યવસ્થાઓ નિહાળી હતી
ગીર સોમનાથ જિલ્લાના 63 ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે મતદાન મથકની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છેકે, ચૂંટણીને અનુલક્ષીને પોલીસ અધિકારીઓ સતત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથક પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લામાં ગ્રામજનો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



